Western Times News

Gujarati News

કિટો ડાઇટ વિષે જાણો છો, વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી

કિટો ડાઇટ હંમેશા નિષ્ણાંતોની દેખરેખ હેઠળ શરૂ કરવાની જરૂર હોય છેઃ થોડાક દિવસમાં જ અસર દેખાવવા લાગી જાય છે

હાલના દિવસોમાં ખાવા પીવાને લઇને એક નવી ડાઇટ ખુબ જ લોકપ્રિય થઇ રહી છે. આ લોકપ્રિય થઇ રહેલી ડાઇટનું નામ કોટિ ડાઇટ છે. જાે ઓછા સમયમાં વજન ઉતારી દેવા ઇચ્છો છો તો તેનો ઉપયોગ કરીને શકાય છે. આને રૂટીનમાં સામેલ કરી વજનને ઉતારી શખાય છે.

આ ડાઇટની ખાસ બાબત એ છે કે તેમાં હાઇફેટ આપવામાં આવે છે. સાથે સાથે કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે. ડાઇટ હેઠળ બોડીમાં વર્તમાન કાર્બોહાઇડ્રેટના બદલે ચરબીને તોડીને શરીર તેનો ઉપયોગ ઉર્જા માટે કરે છે. ભારતમાં આ ડાઇટને લઇને લોકોનો ક્રેઝ હવે ઝડપથી વધી રહ્યો છે.

બીજી બાજુ વિદેશમાં તો આ પ્રકારની ડાઇટને વધારે પહેલાથી જ પાળવામાં આવે છે. આ ડાઇટના સંબંધમાં ભારતીય લોકો પાસે હાલમાં ઓછી માહિતી છે. આ ડાઇટના સંબંધમાં જાણવા માટે કેટલીક બાબત રહેલી છે. સૌથી પહેલા તો પ્રશ્ન એ થાય છે કે કિટો ડાઇટ છે શું તો આનો જવાબ છે કે આ ડાઇટમાં હાઇ ફેટ ડાઇટ આપવામે આવે છે.

કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ખુબ ઓછું રાખવામાં આવે છે. આ ડાઇટ અમારા શરીરને હમેશા કામ કરવા માટેની તાકાત આપે છે. એવું ત્યારે થાય છે જ્યારે આપ એક દિવસમાં ૩૦ ગ્રામ કરતા પણ ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટનો ઉપયોગ કરો છો. આ ડાઇટમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું હોવાથી બોડી ફેટના કારણે મળનાર એનર્જી દ્વારા તે કામ કરે છે.

અહીં સુધી કે બ્રેઇન પણ પોતાનું કામ આ જ એનર્જી સાથે ચલાવે છે. આ ડાઇટમાં કાર્બોહાઇડ્રેટ તો નહીં ના બરોબર હોય છે. સાથે સાથે શુગરનું પ્રમાણ પણ પાંચ ટકા કરતા વધારે રાખવામાં આવતું નથી. આમા હાઇ ફેટ, નોર્મલ, પ્રોટીન અને ઓછા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ લેવામાં આવે છે. અમેરિકા દેવા વિકસિત દેશમાં આ ડાઇટ ખુબ જ લોકપ્રિય છે.

પરંતુ ભારત જેવા દેશોમાં આ ડાઇટ શરૂઆતી તબક્કામાં છે. આને ફોલો કરતા પહેલા પોતાની તબીબી ચકાસણી કરી લેવામાં આવે તે જરૂરી છે. આવી સ્થિતિમાં કોઇ ડાયટિશિયનની મદદ લેવામાં આવી શકે છે. કિટો ડાઇટના ભાગરૂપે એવા ભોજનનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ૭૦-૮૦ ટકા ફેટ, ૧૦-૨૦ ટકા પ્રોટીન અને માત્ર પાંચ ટકા કાર્બ હોય છે.

આને શરૂ કરવામાં આવ્યા બાદથી ચારથી પાંચ દિવસના ગાળામાં જ બોડી કિટોસિસ પર જાય છે. જેના કારણે ભુખ બિલકુલ ઓછી થઇ જાય છે. ગ્લુકોજ અને પ્રોટીનનું પ્રમાણ પુરતા પ્રમાણમાં ન હોવાના કારણે શરીર કિટોસીસ પ્રક્રિયા શરૂ કરે છે. જેમાં બોડીમાં રહેલા ફેટ ઓગળીને એનર્જીમાં ફેરવાઇ જવાની શરૂઆત થાય છે. આની ખાસ બાબત એ છે કે ઓછા ભોજનનો ઉપયોગ કરવામાં આવે છે છતાં પણ બોડી મસલ્સ પર અસર નથી.

ડાઇટમાં કેટલીક ચીજાેને સામેલ કરવા માટે કહેવામાં આવે છે. જેમાં સી-ફુડનો સમાવેશ થાય છે. સાલ્મન અને અન્ય માછલીમાં વિટામિન, પોટેશિયમ અને સેલેનિયમ જેવા તત્વો ખુબ પુરતા પ્રમાણમાં રહે છે. જેમાં કાર્બ મળે છે. કેટલીક એવી શાકભાજી છે જેમાં સ્ટાર્ચનું પ્રમાણ હોતુ નથી. સાથે સાથે કેલોરીઝ અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ પણ ઓછું રહે છે.

ડાઇટમાં આને સામેલ કરવામાં આવી શકે છે. બ્રાકલી, પત્તાગોભી અને ફ્લાવરને ડાઇટમાં સામેલ કરવામાં આવી શકે છે. ચીજને સામેલ કરવામાં આવી શકે છે. ચીજમાં કાર્બ મોટા પાયે હોય છે. ૨૮ ગ્રામ શેડર ચીજમાં એક ગ્રામ કાર્બ અને સાત ગ્રામ પ્રોટીન હોય છે. કિટો ડાઇટ નિષ્ણાંતોની બાજ નજર હેઠળ આ પ્રક્રિયા શરૂ કરવી જાેઇએ.

નિષ્ણાંતોની જરૂર એટલા માટે પડે છે કે આ ડાઇટને શરૂ કરતા પહેલા બે ત્રણ દિવસ પહેલા જ આપની નોર્મલ ડાઇટમાં ફેરફાર કરવાની જરૂર હોય છે. એક વખતે આપની બોડી આને માટે તૈયાર થઇ જાય ત્યારે આપને નિષ્ણાંતોની જરૂર પડશેનહીં. ત્યારબાદ તો રૂટીનમાં તમામ કામગીરી ચાલતી રહેશે.

બોડીને કિટોસિસ પર જવા માટે ચારથી પાંચ દિવસનો સમય લાગે છે આવુ બની શકે છે કે આના કારણે થાક લાગે. પરંતુ એક વખતે બોડી આ ડાઇટમાં જતી રહ્યા બાદ વ્યક્તિ સવારથી સાંજ સુધી એનર્જીમાં હોય તેમ અનુભવ કરે છે. આ ડાઇટ આપને ઓવરઓલ ગ્લો પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.