Western Times News

Gujarati News

કિમ જાેંગ ઉન ઉપર વજન ઘટાડવાના ભૂત સવાર થઇ ગયું છે

નવીદિલ્હી: એવું લાગે છે કે ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા કિમ જાેંગ ઉન ઉપર આ વર્ષની શરૂઆતથી વજન ઘટાડવાના ભૂત સવાર થઇ ગયું છે અને કિમ જાેંગ ઉન સતત પાતળા થઈ રહ્યા છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉનની કેટલીક તસવીરો સાર્વજનિક થઈ છે, જે દર્શાવે છે કે કિમ જાેંગ ઉને પોતાનું વજન વધુ ઘટાડ્યું છે. નવી તસવીરો પરથી ખબર પડી રહી છે કે કિમ જાેંગ ઉનનું પેટ પણ ઘણું ઓછું થઈ ગયું છે.

ઉત્તર કોરિયાના તાનાશાહએ પોતાના સૈનિકો માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં દેશના તમામ ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા અને કિમ જાેંગ ઉન પોતે તે કાર્યક્રમમાં અધિકારીઓ સાથે વાત કરી રહ્યા હતા. ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા દ્વારા આ જ ઇવેન્ટની કેટલીક તસવીરો બહાર પાડવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે કિમ જાેંગ ઉને કમર અને પેટની આસપાસની ચરબીમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જ્યારે તેમનો લોકપ્રિય ટ્રેડમાર્ક માઓ સૂટ થોડો બેગી દેખાય રહ્યો છે.

જુલાઈમાં યોજાયેલા કોરિયન પીપલ્સ આર્મી શોના કમાન્ડરો અને રાજકીય અધિકારીઓની પ્રથમ વર્કશોપમાંથી ફોટોગ્રાફ્સમાં કિમ જાેંગ ઉન પાતળા જાેવા મળી રહ્યા હતા. કિમ જાેંગ ઉનની નવી તસવીરો લગભગ એક મહિના પછી સામે આવી છે. ગયા મહિને પણ ત્યાંના મીડિયા દ્વારા કિમ જાેંગ ઉનની તસવીર બહાર પાડવામાં આવી હતી, જેમાં સ્ટેટ ટીવીએ કહ્યું હતું કે “કિમ જાેંગ ઉનની દુર્બળતાને કારણે દેશના લોકો ખૂબ પરેશાન છે અને લોકો ખૂબ જ રડે છે”.

ટીવી પર, ઉત્તર કોરિયાના એક વૃદ્ધે કહ્યું કે “કિમ જાેંગ ઉન પાતળા થવાના કારણે અમારા હૃદય તોડી રહ્યા છે અને અમે રડી રહ્યા છીએ”. ૨૫ મી જૂનના રોજ, રાજ્ય મીડિયાએ પ્યોંગયાંગના એક અજાણ્યા રહેવાસીને ટાંકીને કહ્યું હતું કે “પાતળા કિમની તસવીરો જાેઈને ઉત્તર કોરિયામાં દરેકને આશ્ચર્ય થયું હતું”.

ઉત્તર કોરિયાની રાજનીતિ પર નજર રાખતા વિશ્લેષકોનું કહેવું છે કે “કિમ જાેંગ ઉન વજન ઘટાડીને લોકોની સહાનુભૂતિ મેળવવા અને શાસન પ્રત્યે લોકોની વફાદારીને મજબૂત કરવા માંગે છે”. હકીકતમાં, છેલ્લા બે વર્ષથી ઉત્તર કોરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે અને આખા દેશમાં ખાદ્ય સંકટ ઉભું થયું છે. ગયા વર્ષે કોરોના વાયરસ આવ્યા પછી, ઉત્તર કોરિયાએ તેના દેશની સરહદને સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે, જેના કારણે દેશને ચીન તરફથી મદદ મળી રહી નથી, જેના કારણે દેશમાં ફરીવાર બળવોનો એલાર્મ સંભળાઈ રહ્યો છે.

કિમ જાેંગ ઉન જાણે છે કે ભૂખ્યા લોકો બળવો કરી શકે છે, તેથી તે પોતાની પીડા લોકોને બતાવવા માટે પાતળા હોવાનો પ્રચાર ફેલાવી રહ્યો છે. ઉત્તર કોરિયામાં રહેતા ઘણા દક્ષિણ કોરિયાના જાસૂસોએ તેમના અહેવાલમાં કહ્યું છે કે ખાદ્ય સંકટ દરમિયાન ઉત્તર કોરિયાના અધિકારીઓનું જીવન મુશ્કેલ બની ગયું છે. કિમ જાેંગ ઉને કોઈ પણ સંજાેગોમાં ખાદ્ય કટોકટીનો સામનો કરવા માટે અધિકારીઓને આદેશો આપ્યા છે, પરંતુ કોઈ પણ દેશની મદદ વગર અધિકારીઓને સમજાતું નથી કે ખાદ્ય સંકટમાંથી કેવી રીતે બહાર નીકળવું. આથી અધિકારીઓનો જીવ પણ જાેખમમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.