કિમ જોંગનો અત્યાચાર, વિદેશી ટીવી શો જોતા લોકોને મૃતદેહોની રાખવાળુ પાણી પિવડાવાય છે
નવી દિલ્હી, ઉત્તર કોરિયાના ભેજાગેપ અને ક્રુર તાનાશાહ કિમ જોંગ ઉનની ક્રુરતાની વધુ એક કહાની બહાર આવી છે. ઉત્તર કોરિયાની જેલમાંથી ભાગીને ગમે-તેમ કરીને અમેરિકા પહોંચી ગયેલા એક કેદીએ એક માનવાધિકાર સંસ્થાને વોશિંગ્ટનમાં આપેલા ઈન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યુ હતુ કે, ઉત્તર કોરિયામાં વિદેશી ટીવી શો જોવાની ભયાનક સજા અપાય છે.આવા શો જોનારા કેદીઓે જેલમાં તેમના મૃત સાથીદારના સળગાવી દેવાયેલા મૃતદેહની રાખ સાથે ભળેલુ પાણી પીવાની પરજ પડાય છે.
ચોંચરી નામની જેલમાં કેદીયો સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન કરવામાં આવે છે તેવો ધડાકો કરનાર આ કેદીએ ઉમેર્યુ હતુ કે, મૃત કેદીઓના શરીરને સળગાવી દેવાતા પહેલા એક ગોડાઉનમાં રાખવામાં આવે છે જ્યાં ઉંદરો મૃતદેહની ઉજવાણી પણ કરે છે.
વિદેશી ટીવી શો જોતા પકડાયેલા લોકો માટે આ જેલ બનાવવામાં આવી છે.જ્યાં કેદીઓને અમાનુષી યાતના અપાય છે.દર સપ્તાહે અહીંયા કોઈને કોઈ કેદીનુ મોત થયા છે.જેને જેલમાં જ બનેલા એક શબગૃહમાં સળગાવી દેવાય છે.કેમ્પમાં દર સોમવારે મરી ગયેલા કેદીઓને અગ્નિદાહ અપાય છે.સળગેલા મૃતદેહોની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવા માટે ખુલ્લામાં તેનો ઢગલો કરાતો હોય છે.જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ રાખ પાણીની સાથે વહીને નજીકની નદીમાં પહોંચી જતી હોય છે અને કેદીઓને આ નદીનુ પાણી નહાવા માટે અને પીવા માટે અપાય છે.
આ ઈન્ટરવ્યૂ આપનાર કેદીનુ નામ અને ઓળખ સંસ્થાએ સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખી છે.સંસ્થાનુ કહેવુ છે કે, કેદી જે જેલની વાત કરે છે તેની ઓળખ સેટેલાઈટ ઈમેજની મદદથી થઈ શકી છે.