કિયારાએ પીળા રંગની બિકીનીમાં ફોટો શેર કર્યો
મુંબઈ: બોલિવૂડની બ્યૂટી કિયારા અડવાણીએ હાલમાં જ શોબિઝ ઇન્ડસ્ટ્રીમાં સાત વર્ષ પૂર્ણ કર્યા છે. ઇન્ડસ્ટ્રીમાં તેનાં સાત વર્ષ પૂર્ણ થવા પર કિયારાએ જશ્ન મનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર કિયારાએ તેનાં ફેન્સ માટે એક તસવીર શેર કરી છે. કિયારાની ફેનફોલોઇંગ ઘણી જ મોટી છે. સોશિયલ મીડિયા પર તેનાં ૧૭.૫ મિલિયન ફોલોઅર્સ છે અને તેની તસવીર શેર થતા જ તેનાં પર તેઓ લાઇક કમેન્ટની વરસાદ કરી દેતા હોય છે. હાલમાં જ કિઆરાએ તેનો ફોટો શેર કર્યો જે ચર્ચામાં છે.
કિયારા અડવાણીની આ તસવીર તેનાં માલદીવ વેકેશન સમયની છે. જેમાં તે યલો બિકિનીમાં અને શ્રગ સાતે પોઝ આપતી નજર આવે છે. તેણે સન હેટથી તેનો લૂક કમ્પ્લિટ કર્યો છે. જેમાં તે ખુબજ સુંદર દેખાય છે. ફોટો શેર કરતાં કિયારાએ એક ઇચ્છા જાહેર કરી છે. તે લખે છે કે, ડિયર, બિકિની બોડી, ફરી પાછી આવી જા. કિયારાની આ તસવીર તેનાં ફેન્સને ખુબજ પસંદ આવી રહી છે.
આપને જણાવી દઇએ કે, કિયારાએ ૧૩ જૂન ૨૦૧૪નાં ફિલ્મ ફુગલીથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેમએ એમએસ ધોની, ભારત અને નેનુ, કબીર સિંહ, લસ્ટ સ્ટોરીઝ, ગિલ્ટી, ગુડ ન્યૂઝ લક્ષ્મી અને ઇંદુ કી જવાની જેવી ફિલ્મો કરી છે. આ ઉપરાંત જાે તેનાં અપકમિંગ પ્રોજેક્ટ અંગે વાત કરીએ તો, તે શેરશાહ, ભૂલ ભુલૈયા ૨, જુગ જુગ જીઓ અને શસાંક ખેતાનની ફિલ્મમાં નજર આવશે.