કિયારા અડવાણીને બાળકો ખૂબ પસંદ
મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીએ તાજેતરમાં જ પોતાની જન્મદિવસની ઉજવણી કરી હતી. બોલીવૂડના ફિલ્મ ફગ્લીથી અભિનય કારકિર્દી શરૂ કરનારી કિયારાએ અનેક હિટ ફિલ્મોમાં કામ કરીને અહિં સ્થાન બનાવી લીધું છે. તેની શાહિદ કપૂર સાથેની કબીરસિંહ ફિલ્મથી તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં તેણે પ્રીતિનું રોલ કર્યું હતું. લોકો આજે પણ તેને ઘણીવાર આ નામથી બોલાવે છે.
કિયારા અભિનેત્રી નહોતી બની એ પહેલાં એક પ્લે સ્કૂલમાં બાળકોને સાચવવાનું કામ કરતી હતી. કિયારા પોતાની માતાની પ્રી સ્કૂલમાં જ આ કામ કરતી હતી. સવારે સાત વાગે સ્કૂલે પહોંચી જઈ બાળકોની દેખભાળ કરવામાં લાગી જતી. બાળકોને નર્સરીની કવિતાઓ પણ સંભળાવતી હતી. આંકડા અને એબીસીડીનું જ્ઞાન પણ આપતી હતી. એટલું જ નહિં બાળકોના ડાયપર પણ બદલતી હતી. તે કહે છે મને બાળકો ખૂબ જ ગમે છે. અક્ષય કુમાર સાથે ગૂડ ન્યૂઝમાં જાેવા મળેલી કિયારા હવે ભૂલભૂલૈયા-૨માં કાર્તિક આર્યન સાથે છે એ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની શેરશાહ પણ તેના હાથમાં છે.