કિયારા અડવાણીને મળવા ૫૧ માળ દાદરા ચઢીને પહોંચી ગયો ફેન

મુંબઈ, કિયારા બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. કિયારા અડવાણી હાલમાં તેની ફિલ્મ ‘જુગજગ જીયો’ની સફળતાનો આનંદ માણી રહી છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. તેને મળવું એ દરેક ફેનનું સપનું હોય છે.
આ દરમિયાન કિયારાએ પોતાના એક ફેન વિશે જણાવ્યું જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. કિયારાના એક ચાહકે માત્ર તેની એક ઝલક મેળવવા માટે કંઇક એવું કર્યુ કે સૌ કોઇ ચોંકી ગયા.
તાજેતરમાં પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કિયારાને પૂછવામાં આવ્યું હતું કે, શું તેના કોઇ ફેન્સે તેના માટે ક્રેઝી એટલે કે પાગલપન ભર્યુ કામ કર્યું છે.
જેના જવાબમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેનો એક ચાહક એલિવેટરનો ઉપયોગ કરવાને બદલે તેની બિલ્ડિંગની બધી સીડીઓ ચઢીને ઉપર આવ્યો હતો. આ મારા માટે સૌથી આશ્ચર્યજનક વાત હતી. તેણે ફેનને ક્હયુ હતુ કે, હું તમને નહીં કહું કે કયો માળ છે, પરંતુ હું ખૂબ જ ઊંચા માળે રહું છું અને તે મને મળવા માટે મારા ફ્લેટની બધી સીડીઓ ચઢીને આવ્યો હતો.
જ્યારે તે આવ્યો ત્યારે તેને ખૂબ જ પરસેવો વળી રહ્યો હતો. કિયારાએ આગળ જણાવ્યું કે, મેં તેને જાેયો અને તરત જ પૂછ્યું, ‘શું થયું?’ તમે ઠીક છો ને? શું તમે બેસવા માંગો છો? શું તમારે પાણી જાેઇએ છે?” જવાબમાં તે ફેને કહ્યું, “ના, હું સીડીઓ ચઢીને આવ્યો છું.
હું તો માત્ર એટલું જ કહેવા માંગતો હતો કે તમે મારા માટે કેટલા મહત્વપૂર્ણ છો.” કિયારાએ કહ્યું કે તેને વિચાર આવ્યો કે, “પણ શા માટે?” તમે લિફ્ટ પણ લઈ શકતા હતા.” કિયારાએ કહ્યું કે આ એક સારી વાત હતી, પરંતુ થોડી “ડરામણી” પણ હતી. તે વ્યક્તિ એક સારો માણસ હતો, પરંતુ તે મનમાં વિચારતી હતી કે ‘હવે પછી મારા ઘરે ન આવશો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો કિયારા અડવાણી હાલમાં જ વરુણ ધવન, નીતુ કપૂર અને અનિલ કપૂર સાથે ‘જુગ જુગ જીયો’માં જાેવા મળી હતી. આ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો બંનેનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને તેણે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર રૂ. ૬૧.૪૪ કરોડનો આંકડો પાર કર્યો છે. અભિનેત્રી હવે વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથે ‘ગોવિંદા નામ મેરા’માં જાેવા મળશે. આ ફિલ્મને જાેહરના ધર્મા પ્રોડક્શન, ખેતાન અને વાયકોમ૧૮ સ્ટુડિયો પ્રોડ્યૂસ કરી રહ્યા છે.SS1MS