Western Times News

Gujarati News

કિયારા અડવાણી સિદ્ધાર્થને ડેટ કરતી હોવાની ચર્ચા

મુંબઈ: કિયારા અડવાણી અને અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ લક્ષ્મી રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનાં કારણે કિયારા અડવાણી ગત કેટલાંક સમયથી ટિ્‌વટર પર ટ્રેન્ડ કરી રહી છે. આ વખતે તેની લવ લાઇફ અને લગ્ન માટે થઇને તે ચર્ચામાં છે. ફિલ્મ લક્ષ્મીનાં પ્રમોશન માટે અક્ષય કુમાર અને કિયારા અડવાણી, કપિલ શર્માનાં કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં ગયો હતો.

ત્યાં બંનેએ શોમાં કપિલ શર્મા અને તેની ટીમનાં કલાકારો સાથે ખુબ બધી મસ્તી કરી હતી. અક્ષય કુમારનાં શોમાં વાત વાતમાં કંઇ એવું કહી દીધુ કે, તેનાંથી કિયારા અડવાણીનાં બોયફ્રેન્ડ અંગે અફવાઓ થઇ રહી છે. કિયારા અડવાણીનું નામ બોલિવૂડ એક્ટર સાથે જોડાઇ રહ્યું છે. અક્ષય કુમારે કપિલ શર્માનાં શોમાં કહ્યું હતું કે, આ ખુબજ સિદ્ધાંતો વાળી યુવતી છે.

અક્ષયની આ વાત પર સૌ કોઇ હસવાં લાગ્યા હતાં. સોર્સિસની માનીયે તો, હાલમાં કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે. સિદ્ધાર્થ અને કિયારા હવે પહેલી વાર કોઇ ફિલ્મમાં સાથે જોવા મળશે. બંને ‘શેરશાહ’માં સાથે કામ કરતાં જોવા મળશે. આ પહેલાં કિયારા અને સિદ્ધાર્થ બંનેએ અત્યાર સુધીમાં ક્યારેય તેમનાં સંબંધો અંગે જાહેરમાં વાત કરી નથી. સિદ્ધાર્થ અને કિયારાની આ તમામ તસવીરો તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.