Western Times News

Gujarati News

કિયારા એક શાનદાર છોકરી છે અને તે બેસ્ટ વાઈફ બનશે

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી પોતાની ફિલ્મોને કારણે અત્યારે ચર્ચામાં છે. કાર્તિક આર્યન સાથેની તેની ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ સુપરહિટ સાબિત થઈ અને હવે તે અપકમિંગ મલ્ટી સ્ટારર ફિલ્મ જુગ જુગ જિયોના પ્રમોશનમાં વ્યસ્ત છે.

આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન, અનિલ કપૂર અને નીતૂ કપૂર પણ જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મોની સાથે સાથે કિયારા અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સંબંધોને કારણે પણ ચર્ચામાં રહે છે. તેમણે ખુલીને કોઈ દિવસ સ્વીકાર નથી કર્યો, પરંતુ અટકળો એવી છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ત્યારે કિયારાના કો-સ્ટાર નીતૂ કપૂર તરફથી એક એવું નિવેદન આપવામાં આવ્યું છે જે સાંભળીને સિદ્ધાર્થ મલ્હોત્રા ખુશ થઈ જશે. એક ઈન્ટર્વ્યુ દરમિયાન જ્યારે નીતૂ કપૂરને પૂછવામાં આવ્યું કે સફળ અને ખુશહાલ લગ્નજીવનનું રહસ્ય શું છે તો તેમણે કહ્યું કે, ધીરજ રાખવી જાેઈએ. કોઈ પણ બે લોકો એક જેવા નથી હોતા. પ્રત્યેક વ્યક્તિની પોતાની અલગ સમસ્યા હોય છે.

ત્યાગ આપવો પડે છે, એડ્‌જસ્ટ કરવું પડે છે. આજના સમયમાં તમે થાકી જાઓ છો અને પછી બ્રેક અપ અથવા છૂટાછેડા લઈ લો છો, તાત્કાલિક આ ર્નિણય લઈ લેવામાં આવે છે. પરંતુ થોડી ધીરજ રાખવી જાેઈએ અને સમજવું જાેઈએ કે આવી વસ્તુઓ થતી રહે છે.

નીતૂ કપૂરને જ્યારે કિયારા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, કિયારા એક શાનદાર છોકરી છે અને તે બેસ્ટ વાઈફ બનશે. તે ઘણી પ્રેમાળ છોકરી છે. તેનામાં એક સારી પત્નીના તમામ ગુણ છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને કિયારા ઘણીવાર ઈવેન્ટ અથવા પાર્ટીઓમાં એકસાથે જાેવા મળતા હોય છે. તેમણે પોતાના રિલેશનશિપની પૃષ્ટિ તો નથી કરી, પરંતુ તેઓ આ વાતને ફગાવતા પણ નથી.

થોડા સમય પહેલા તેમના બ્રેકઅપની પણ અટકળો શરુ થઈ હતી, પરંતુ પછી તેમને ઈવેન્ટમાં સાથે જાેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ એક અવોર્ડ ફંક્શન દરમિયાન જ્યારે સ્ટેજ પર અર્જુન કપૂર સ્પીચ આપી રહ્યો હતો ત્યારે કિયારા અને સિદ્ધાર્થ પોતાની જ વાતોમાં ખોવાયેલા જણાયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.