Western Times News

Gujarati News

કિયારા સૌથી વ્યસ્ત: હાલમાં પાંચ ફિલ્મોને લઇને વ્યસ્ત છે

મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી તરીકે ઉભરેલી કિયારા અડવાણી બોલિવુડની હાલની સૌથી વ્યસ્ત સ્ટાર તરીકે બની ગઇ છે. તેની પાસે પાંચ ફિલ્મ હાથમાં રહેલી છે. જે ફિલ્મ સૌથી પહેલા તેની રજૂ કરવામાં આવનાર છે તેમાં અક્ષય કુમાર અને કરીના કપુરનુ ફિલ્મ ગુડ ન્યુઝ છે. જે ૨૭મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. આવનાર સમયમાં પણ હવે કિયારા છવાયેલી રહી શકે છે. અક્ષય કુમારની સાથે તે કામ કરીને પણ ભારે રોમાંચનો અનુભવ કરી રહી છે. કબીર સિંહ ફિલ્મ હાલમાં ચાહકોને પસંદ પડી ચુકી છે. આ ફિલ્મમાં તેની અને શાહિદની જોડીને ચાહકો ખુબ પસંદ કરી ચુક્યા છે. ફિલ્મના ગીતો તમામ લોકો પસંદ કરે છે. શાહિદ કપુર સાથે તેની ખુબ મજબુત મિત્રતા છે.

શાહિદ ખુબ ઇમાનદાર અભિનેતા તરીકે છે. તેમની વચ્ચે એક નેચરલ કેમિસ્ટ્રી તરીકે છે. અમને પ્રયાસ કરવાની કોઇ જરૂર રહેતી નથી. કબીર ફિલ્મની સફળતા બાદ કિયારા અડવાણી પાસે સૌથી વધારે ફિલ્મો હાથમાં રહેલી છે. ફિલ્મોને લઇને તમામ ચાહકો હવે ઉત્સુક છે. તેની એક્ટિંગ કુશળતાથી પ્રભાવિત છે. ચારેબાજુ બોલબાલા વચ્ચે તમામ નિર્માતા નિર્દેશકોની તે પ્રથમ પસંદગી બનેલી છે. કરણ જાહરની નેટફ્લીકસ ફિલ્મ લસ્ટ સ્ટોરીમાં ભારે પ્રશંસા મેળવી લીધા બાદ તેની પાસે અનેક ફિલ્મો આવી ચુકી છે. તેની પાસે કબીર સિંહ બાદ પણ અનેક ફિલ્મો રહેલી છે. જેમાં ગુડ ન્યુજ, વિક્રમ બત્રાની બાયોપિક અને લક્ષ્મી બોંબ અને ઇન્દુ ની જવાની જેવી રસપ્રદ ફિલ્મોમાં કામ કરી રહી છે.

કિયારા અડવાણી હાલમાં કેરિયરના સૌથી સફળ તબક્કામાં છે. તે હાલમાં દરરોજ ફિલ્મના શુટિંગ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે જે પ્રકારની ફિલ્મો કરવા માટે ઇચ્છુક હતી તેવી ફિલ્મો કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે હાલમાં સૌથી વ્યસ્ત સ્ટારમાં સામેલ છે. તેની સાથે તમામ મોટા કલાકારો પણ કામ કરી રહ્યા છે. લસ્ટ સ્ટોરી તેના માટે ટર્નિગ પોઇન્ટ સાબિત થઇ છે કે કેમ તે અંગે પુછવામાં આવતા તેમનુ કહેવુ છે કે પહેલા બોલ્ડ ભૂમિકાને લઇને ખચકાટ હતી પરંતુ હવે તે રોલ કરવા માટે ભયભીત નથી. તેનુ કહેવુ છે કે જો ખચકાટ રહી હોત તો તે લસ્ટ સ્ટોરીમાં શાનદાર રોલ કરી શકી ન હતો. કરણ જાહર ફોન કરી રહ્યા હતા તે તેના માટે મોટી બાબત હતી.

કરણ જોહર ખુબ ગંભીર અને સંવેદનશીલ નિર્દેશક તરીકે છે. કરણ જાહર આવી કોઇ ચીજ કરવા માટે ઇચ્છુક હોતા નથી જેના કારણે ફિલ્મથી લોકો નિરાશ થઇ જાય. લસ્ટ સ્ટોરી બાદ તે ચોક્કસપણે કહી શકે છે કે કરણ જોહર એવી વ્યક્તિ છે જેમની પાસેથી નાની નાની ચીજો માટે સલાહ મેળવે છે. પ્રમોશનના સમય કેવા કપડા પહેરવા જાઇએ કે પછી શુ કરવુ જાઇએ તેવી સલાહ મેળવે છે.

કરણ જોહર કહે છે તે એક મેન્ટર અને મિત્ર તરીકે કહે છે. કબીર સિંહ મામલે વાત કરતા કહ્યુ છે કે શાહિદ વેજિટિરિયન છે. તે નોન વેજિટેરિયન છે. પરંતુ તેને વેજ ભોજન ખુબ પસંદ છે. તેમના ડિસ એક સમાન હોય છે. શાહિદ અને તેને બંનેને નોન ઓઇલી ભોજન પસંદ પડે છે. કેટલાક લોકો પિજ્જા જોઇને ખુશ થઇ જાય છે પરંતુ હવે લૌકી અને ભીન્ડા જોઇને ખુશ થઇએ છીએ. તેની પાસે સતત સારી ફિલ્મ આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.