કિરણ ખેરની દીકરી શિલ્પા શેટ્ટી બનવા માગે છે
મુંબઈ, ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની નવી સીઝન ટૂંક સમયમાં જ ટીવી પર શરૂ થવાની છે. શોનું શૂટિંગ હાલમાં જ શરૂ થયું છે. શોના જજ તરીકે કિરણ ખેર, શિલ્પા શેટ્ટી, બાદશાહ અને મનોજ મુંતશીર જાેવા મળશે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સેટનો બીટીસી (બિહાઈન્ડ ધ સીન) વિડીયો શેર કર્યો છે, જેમાં તે કિરણ ખેરને પોતાને દત્તક લઈ લેવાની વિનંતી કરે છે.
વિડીયોમાં શિલ્પા શેટ્ટી કિરણ ખેરની જ્વેલરી પર કેમેરો ફોકસ કરતી જાેવા મળે છે. શિલ્પા મજાકમાં કહે છે કે તે શૂટિંગ પર માત્ર કિરણ ખેરની જ્વેલરી જાેવા માટે આવે છે. શિલ્પા મજાકમાં એમ પણ કહી દે છે કે, કિરણ ખેરે તેને દત્તક લઈ લેવી જાેઈએ કારણકે તેમનો દીકરો સિકંદર ખેર આ બધી જ્વેલરી પહેરવાનો નથી.
ત્યારે કિરણ ખેર શિલ્પાને કહે છે કે, જાે તેને (સિકંદર) હેરવી પડે તો તે પહેરશે. સાથે જ કિરણે થોડા દિવસ પહેલાનો કિસ્સો જણાવ્યો જેમાં તેમણે સિકંદરને કહ્યું હતું કે, તેઓ પોતાના થોડાં દાગીના વેચી દેશે કારણકે સિકંદર લગ્ન કરતો નથી.
ત્યારે સિકંદરે કિરણને આમ ન કરવાની ચેતવણી આપી હતી. જવાબમાં કિરણે સિકંદરને કહ્યું હતું કે, તેમને પુત્રવધૂ અથવા દીકરી લાવી આપી જેથી તેઓ તેમની જ્વેલરી તેને આપી શકે.
દરમિયાન શિલ્પા પોતાની તરફ કેમેરા ફેરવીને કહે છે, સિકુ હું બધી જ જ્વેલરી લઈ જવાની છું.’ શિલ્પા અને કિરણ ખેરની આ મસ્તીમાં બાકીના બે જજ બાદશાહ અને મનોજ મુંતશીર પણ જાેડાયા હતા. આ સાથે જ શિલ્પાએ બાકીના જજને પણ વિડીયોમાં ટેગ કર્યા હતા. શિલ્પાના આ વિડીયો પર કોમેન્ટ કરતાં સિકંદરે પણ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો.
તેણે લખ્યું, “હું તેમની સાડી નિયમિતપણે પહેરીને કાર્ડિયો કરું છું. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં કિરણ ખેરે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ની નવી સીઝન વિશે વાત કરતાં કહ્યું હતું કે, “ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હંમેશા મારા દિલની નજીક રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ટેલેન્ટ રિયાલિટી શોમાં મારું નવમું વર્ષ છે અને જ્યૂરી મેમ્બર તરીકે પાછા આવીને ખૂબ સારું લાગે છે. હું જાણે ઘરે આવી હોઉં તેવી અનુભૂતિ થાય છે.SSS