Western Times News

Gujarati News

કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતીઓને લઇ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવ શ્રી રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી હતી. તેમજ બે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા હતા. ભારતના ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ભણે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવ શ્રી રાજકુમારને વિદેશ મંત્રાલય સાથે પરામર્શ કરવા સુચના આપી છે.

કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારને કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય સંકલન સાધવા જણાવ્યું છે. .

મુખ્ય સચિવ રાજકુમારે ભારત સરકારના વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી.આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, કિર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત ભારતના ૧૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ વસેલા છે.

કિર્ગિસ્તાનમાં સ્થિત ભારતીય રાજદૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઝ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે તેઓ સતત સંપર્કમાં છે અને ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા તેમને જણાવાયું છે.એટલું જ નહીં, કિર્ગિસ્તાનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ રાજદૂતાવાસનાં સંપર્કમાં રહીને

તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર ૦૫૫૭૧૦૦૪૧ અને ૦૫૫૦૦૫૫૩૮ પણ ૨૪ટ૭ કાર્યરત કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓના પરિવારોને વિનંતી કરવામાં આવી છે કે, કેટલાક તત્વો દ્વારા હુમલાઓ અંગે ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.