કિલ બિલની હિન્દી રીમેકમાં શાહરૂખ ખાન હશે
મુંબઇ, છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા છે કે હોલિવુડની અભિનેત્રી ઉમા થર્મનની લીડ રોલવાળી પિલ્મ કિલ બિલ નામની ફિલ્મની હિન્દી રીમેક હવે બનાવવામાં આવનાર ે. હાલમાં એવા હેવાલ પણ આવી રહ્યા હતા કે અભિનેતા અને નિર્માતા નિખિલ દ્ધિવેદીએ આ ફિલ્મના અધિકાર મેળવી લીધા છે અને ફિલ્મ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મના નિર્દેશક તરીકેની ભૂમિકામાં અનુરાગ કશ્યપ રહેનાર છે. બોલિવુડના સમાચાર પર નજર રાખનાર સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે હવે ફિલ્મમાં વિલન તરીકેના રોલમાં શાહરૂખ ખાન નજરે પડી શકે છે.
જો કે અ સંબંધમાં હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમામ લોકો સારી રીતે જાણે છે કે શાહરૂખ ખાને તેની ફ્લોપ સાબિત થયેલી ફિલ્મ જીરો બાદ કોઇ ફિલ્મ સાઇન કરી નથી. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે શાહરૂખ ખાન અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બનનાર ફિલ્મને લઇને ખુબ ઉત્સાહિત છે.
જો કે સૌથી રસપ્રદ બાબત એ છેકે ફિલ્મમાં ઉમા દ્વારા મુળ ફિલ્મમાં અદા કરવામાં આવેલી ભૂમિકાને કોણ અદા કરશે તેની ચર્ચા છે. લીડ રોલ માટે અભિનેત્રીની પસંદગી હજુ સુધી કરવામાં આવી નથી. જા કે ટુંક સમયમાં જ આની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. શાહરૂખ ખાનને પણ હવે સ્પર્ધમાં ટકી રહેવા માટે એક મોટી હિટ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. તેની હાલમાં બોલબાલા પણ ઘટી રહી છે. એકબાજુ સલમાન ખાન આજે પણ સૌથી મોટા સ્ટાર તરીકે લોકપ્રિયતા જગાવી રહ્યો છે ત્યારે શાહરૂખ ખાનની ફિલ્મો ફ્લોપ સાબિત થઇ રહી છે. સલમાન ખાનની તમામ ફિલ્મો હિટ સાબિત થઇ રહી છે ત્યારે શાહરૂખ ખાન ફ્લોપ રહ્યો છે. શાહરૂખ મોટી ફિલ્મો હાલમાં કરી રહ્યો નથી.