કિવીના પ્રવાસ ઉપર રહેલી પાક.ના ૬ ખેલાડીને કોરોના
ક્રાઈસ્ટચર્ચ, ન્યુઝીલેન્ડના પ્રવાસ પર ગયેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમના છ ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે પાકિસ્તાનના છ ક્રિકેટર્સ કોરોના સંક્રમિત થયા હતા. યજમાન ન્યુઝીલેન્ડે આ મામલે પ્રવાસી ટીમ દ્વારા બાયો બબલ પ્રોટોકોલનો ઉલ્લંઘન કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ અંતિમ ચેતવણી પણ આપીને પાક. ટીમને ક્વોરન્ટાઈન ગાળામાં ટ્રેનિંગ નહીં કરવા જણાવ્યું છે.
મંગળવારે પાક. સુકાના બાબર આઝમના નેતૃત્વ હેઠળ ટીમ સહિત ૫૩ જળાનો જંબો કાફલો ન્યુઝીલેન્ડ પહોંચ્યો હતો. આ સાથે જ તેમને બાયો બબલના પ્રોટોકોલ અંતર્ગત ૧૪ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવાનું હતું. ન્યુઝીલેન્ડે જણાવ્યા મુજબ છ પૈકીના બે કેસો અગાઉની હિસ્ટ્રી મુજબ પોઝિટિવ હતા જ્યારે ચાર નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે કોણ કોણ પોઝિટિવ થયું છે તેમના નામ જાહેર કરાયા નથી.
પોઝિટિવ આવેલા તમામ છ ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ પ્રવાસમાં ત્રણ ટી૨૦ ઈન્ટરનેશનલ મેચ અને બે ટેસ્ટ મેચ રમશે. ૧૮ ડિસેમ્બરથી ઓકલેન્ડમાં સીરિઝનો પ્રારંભ થશે. આ સાથે જ પાકિસ્તાની ટીમને આસોલેશનમાં ટ્રેનિંગ હાલ સ્થગિત રાખવામાં આવી છે. વધુ તપાસ બાદ મંજૂરી આપવામાં આવશે ન્યૂઝીલેન્ડ ક્રિકેટે જણાવ્યું હતું. ન્યુઝીલેન્ડે પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા પ્રોટોકોલના ઉલ્લંઘનનો આક્ષેપ કર્યો છે પરંતુ ક્યા પ્રકારનું ઉલ્લંઘન કરાયું તેની સ્પષ્ટતા નથી કરી.
ન્યુઝીલેન્ડ ક્રિકેટના મતે તેઓ પ્રવાસી ટીમ સાથે વાતચીત કરીને તેમની જરૂરિયાતને સમજવા પ્રયાસ કરી રહ્યું છે. ન્યુઝીલેન્ડ મીડિયાના મતે કેન્ટબરી ડિસ્ટ્રીક્ટ હેલ્થ બોર્ડ મેડિકલ અધિકારીએ એક પત્ર લખીને ટીમ મેનેજમેન્ટને તમામ ટીમ સભ્યોને રૂમમાં રહેવા સલાહ આપી છે. પાક. ક્રિકેટ ટીમના ખેલાડીઓ દ્વારા બાયો બબલ પ્રોટોકોલના ઉલ્લંઘનના સીસીટીવી પુરાવા છે. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પૂર્વે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ૧૦ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. લાહરોથી રવાના થતા અગાઉ તમામ ખેલાડીઓના ચાર વખત કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.SSS