કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપી મહંમદ ઐયુબ ૮ દિવસના રીમાન્ડ પર
અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા મામલે આરોપી મહંમદ ઐયુબ યુસુબભાઈ જાવરાવાલાને કોર્ટેમાં રજૂ કરી ૧૪ દિવસના રીમાન્ડ માગવામાં આવ્યા હતા. જાેકે કોર્ટે ૮ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.
જિલ્લા પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ધંધૂકાની સર મુબારક બુખારીદાદા દરગાહની પાછળ ખેતરમાં જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે પિસ્તોલ અને બાઇક મૂક્યું હતું. પોલીસે આ મુદ્દામાસ કબ્જે કર્યા છે. બીજી તરફ આ સંપૂર્ણ મામલાની તપાસ હવે ATSને સોંપવામાં આવી છે.
ધંધુકામાં ધાર્મિક ટિપ્પણી પર ફાયરિંગ કરી થયેલી કિશન ભરવાડની હત્યાનો મામલે ગૃહમંત્રીના આદેશ બાદ હવે સંપૂર્ણ તપાસ ATSને સોંપવામાં આવી છે. એવામાં ATS હવે સોશિયલ મીડિયાથી લઈને આરોપીઓના કોની કોની સાથે સંપર્ક હતા તે અંગે તપાસ કરશે.
હાલ સુધીમાં તપાસમાં મૌલવી સહિત ત્રણ લોકો પકડાયા છે. આ અંગે ATSના DYSP બી.એચ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપીઓના રિમાન્ડના આધારે પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની પણ તપાસ થશે.