કિશોરીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂ.૧પ લાખની ખંડણી માંગી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે ભેજાબાજ ગઠીયાઓ પણ સક્રિય બનેલા છે અને ઓનલાઈન છેતરપીંડી ઘટનાઓ વધી ગઈ છે ગુનેગારોને મોકળુ મેદાન મળ્યુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે શહેરમાં એકપછી એક ચોંકાવનારા બનાવો બનવા લાગ્યા છે કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે શહેરના સરદારનગર વિસ્તારમાં વધુ એક ચોંકાવનારો બનાવ બન્યો છે.
જેમાં ત્રણ શખ્સોએ એક દંપતીને તેની કિશોરવયની પુત્રીના ફોટા વાયરલ કરવાની ધમકી આપી રૂ.૧પ લાખની ખંડણી માંગતા સનસનાટી મચી ગઈ છે. કિશોરીના પિતાએ આ અંગે હિંમત દાખવી પોલીસ સ્ટેશને પહોંચી જઈ ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના સૈજપુર બોઘા વિસ્તારમાં શાંતિનગરમાં રહેતા મનોજભાઈ ખારવાણી નાસ્તાની લારી ચલાવે છે અને તેમની પત્નિ ઉપરાંત સંતાનોમાં બે પુત્રીઓ છે જેમાં મોટી પુત્રી ૧પ વર્ષની અને નાની પુત્રી ૮ વર્ષની છે મોટી પુત્રી ધો.૧૦માં અભ્યાસ કરે છે જયારે નાની પુત્રી ધો.ર માં અભ્યાસ કરે છે મનોજભાઈ તેમની પÂત્ન પિન્કીબેન બંને પુત્રીઓ સાથે સારી રીતે રહેતા હતા.
આ દરમિયાનમાં અચાનક જ તેમના માથે મોટી મુસીબત આવી પડી હતી. મનોજભાઈ ખરવાણીની પાડોશમાં અગાઉ રોહિત ભાટિયા નામનો શખ્સ ભાડે રહેતો હતો તેથી તે તેમને ઓળખતો હતો આ દરમિયાનમાં રોહિતના મિત્રો જીતુ ઉર્ફે વંશ અને નિકુંજ રાઠોડ ત્રણેય જણાએ ભેગા મળી ગુનાહિત કાવતરુ રચ્યુ હતું. રોહિત ભાટિયાની સગાઈ થઈ હતી અને જેની સાથે સગાઈ થઈ હતી તે યુવતિને મનોજભાઈની મોટી પુત્રી ઓળખતી હતી
તેથી તે જીતુ અને નિકુંજ નામના યુવક સાથે પણ પરિચયમાં આવી હતી આ દરમિયાનમાં નિકુંજે આ કિશોરીને મેસેજ કરી તેની સાથે મિત્રતા કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો પરંતુ કિશોરીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી.
જેના પગલે નિકુંજ ઉશ્કેરાયો હતો અને તેણે કિશોરીને ધમકી આપી હતી કે તુ જીતુ સાથે વાતચીત કરે છે તેની મને ખબર છે અને આ તમામ બાબતો તેના માતા પિતાને જણાવી દેશે તેવુ કહી બ્લેક મેઈલ કરવાનો પ્રયાસ કર્યો હતો નિકુંજની આ હરકતથી કિશોરી ગભરાઈ ગઈ હતી.
કિશોરી ગભરાઈ જતા તેનો લાભ નિકુંજે ઉઠાવ્યો હતો અને તેણે આ કિશોરીના ફોટા ફોન પર મંગાવ્યા હતા સમાજમાં બદનામીના ડરથી આ કિશોરી ગભરાઈ ગઈ હતી અને તેણે ફોટા નિકુંજને મોકલ્યા હતાં આ દરમિયાનમાં રોહિત ભાટિયા નામનો શખ્સ મનોજ ખારવાણીના ઘરે પહોચ્યો હતો અને મનોજભાઈ ખારવાણી તથા તેમની પત્નિ પીન્કીબેનની સાથે વાતચીત કરી તેની પુત્રીના ફોટા બતાવ્યા હતા અને કહયું હતું કે આ ફોટા તેના અન્ય મિત્રો જીતુ અને નિકુંજના ફોનમાં પણ છે આ ફોટા વાયરલ ન કરવા હોય તો તાત્કાલિક રૂ.૧પ લાખ આપવા પડશે.
આમ પુત્રીના ફોટા જાઈ માતા પિતા પણ ચોંકી ઉઠયા હતા અને પોતાની પુત્રીને પુછતા તેણે સમગ્ર હકિકત જણાવી હતી આ દરમિયાનમાં રૂ.૧પ લાખની ખંડણી માંગી રોહિત ત્યાંથી ભાગી છુટયો હતો બીજીબાજુ પરિવારના સભ્યો ખૂબજ વ્યથિત બની ગયા હતા ૧પ લાખ જેવી મોટી રકમ કયાથી કાઢવી તે ચિંતાનો વિષય બની ગયો હતો પરંતુ મનોજભાઈએ આખરે હિંમત દાખવી આ અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશને પહોંચી જઈ સમગ્ર હકીકત જણાવી હતી.
પોલીસ અધિકારીઓ પણ સમગ્ર ઘટનાથી ચોંકી ઉઠયા હતા અને આ અંગે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે
પ્રાથમિક તપાસમાં રોહિત ભાટિયા સૈજપુર બોઘા વિસ્તારમાં જ મહર્ષિ દયાનંદ સ્કુલની સામે જ રહેતો હોવાનું જાણવા મળી રહયું છે જયારે અન્ય બે આરોપીઓના સરનામાની ખબર નથી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.