કિશોરીને ભગાડી જઈ તેની સાથે અત્યાચાર ગુજારનાર યુવકને દસ વર્ષની કેદ
(પ્રતિનિધિ) નડિયાદ, કઠલાલ તાલુકાના ઘોઘાવાડા નજીક આવેલ સિંઘાનિયાની મુવાડી ની ૧૭ વર્ષીય કિશોરીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જનાર ગામના ૨૨ વર્ષના યુવકને નડિયાદ કોટે કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની સખત સજા તેમજ ૪૫ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અરવિંદભાઈ જયંતિભાઈ સોઢા પરમાર રહે.સીઘાલીયાની મુવાડી , તાબે . ઘોઘાવાડા , તા.કઠલાલ ના મન માં ગામમાં રહેતી એક કિશોરી વશી ગઈ હતી જેથી તેણે તેની સાથે સંપર્ક બનાવ્યા હતા સગીરા અરવિંદ ના ખરાબ ઇરાદાથી અજાણ હતી જેથી તે તેની મીઠી મીઠી વાતોમાં ભોળવાઈ ગઈ હતી અને તે પણ તેની સાથે સંપર્કમાં રહેતી હતી
અરવિંદ ને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને ગત તારીખ ૨૦ ૫ ૨૦૨૦ ન રોજ સાંજના સમયે અરવિંદ તેની સગીર વયની પ્રેમિકાને તું કુદરતી હાજતે જવાના બહાને ઘરેથી નીકળી જાેજે તેવું કહેતા સગીરા ( ઉ.વ .૧૭ વર્ષ ૧૦ માસ ૨૨ દિવસ ) ઘરેથી નીકળી ગઈ હતી જેને અરવિંદ પરમાર ભગાડી ગયો હતો
અને વિવિધ જગ્યા પર ફેરવી સગીરાની ઈચ્છા સંમતિ વિના તેની સાથે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો સગીરાના પરિવારજનો પોતાની પુત્રી કુદરતી હાજતે ગઈ હતી ત્યાંથી પરત ફરી નથી તેથી તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો
તેમને તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે ગામમાં રહેતો અરવિંદભાઈ જયતિભાઈ સોઢા પરમાર પોતાની સગીર વયની પુત્રીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો છે જેથી તેમણે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ઈ.પી.કો.કલમ ૩૬૩ , ૩૬૬ , ૩૭૬ ( ૨ ) ( એન ) તથા પોકસો એકટ ૩ ( એ ) , ૪ , ૧૨ મુજબ આ મુજબનોોો ગુનો નોંધી આ બંનેને હલધરવાસ પાસેથી પકડી પાડયા હતા તારીખ ૨૨ ૫ ૨૦૨૦ ના રોજ ધરપકડ કરી હતી
અરવિંદભાઈ પરમારની ધરપકડ કર્યા બાદ તપાસ કરી ચાર્જશીટ તૈયાર કરી નડિયાદ કોર્ટમાં મૂકી હતી આં ટ્રાયલ નડીઆદના મહે સ્પે.જજ ( પોકસો ) ડી.આર.ભટ્ટ ની કોર્ટમાં સ્પે . પોકસો કેસ નં .૪૪ /૨૦૨૦ થી ચાલી જતા આજ રોજ સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુર ની દલીલોને તેમજ કુલ ૭ સાહેદોના પુરાવા
અને કુલ ૨૫ દસ્તાવેજ પુરાવાઓ વિગેરે ધ્યાને લઈ ગુનાનું વધતુ જતુ પ્રમાણ અટકાવવાની ન્યાયપાલીકાની પવિત્ર ફ ૨ જ બનતી હોય અને સમાજમાં ગુના ઓછા બને તે સગીર દીકરીઓ ઉપરના બળાત્કારના કીસ્સાઓ બંધ થાય વિગેરે કારણોને ધ્યાને લઈ આરોપીને કોર્ટે દસ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અનેે રૂપિયા૪૫૦૦૦ નો દંડ કર્યો છે