કિશોરીને હૉસ્પિટલે લઈ જતા રિપોર્ટમાં તે ગર્ભવતી નીકળી!
સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં રહતી એક કિશોરીને પેટમાં દુખતા હોસ્પિટલ લઇ જતા આ કિશોરી ગર્ભવતી હોવાનું સામે આવ્યુ જાેકે આ મામલે પરિવારે પોલીસ ફરિયાદ કરતા કિશોરીએ આ ઘટના માટે માતાના પ્રેમીએ દુષ્કર્મ કરતા ગર્ભવતી થઈ હોવાની વાત કરી હતી.
આ મામલે કતારગામ પોલીસ મથકમાં કિશોરીના પરિવારજનોએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જાેકે, સમગ્ર મામલો એટલા માટે ચોંકાવનારો છે કે કિશોરીની ઉંમર ફક્ત ૧૫ વર્ષ છે ત્યારે તેની સાથે જે કઈ પણ થયું તે સંમતિથી થયું હોય તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
બનાવની વિગત એવી છે કે સુરતના કતારગામ પોલીસ મથકમાં એક દુષ્કર્મની ફરિયાદ આવતા પોલીસ દોડતી થઇ હતી. જાેકે તપાસ દરમિયાન એવી વાત સામે આવી કે પોલીસ પણ એક સમયે વિચારમાં પડી ગઈ હતી. કતારગામ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય કિશોરી ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે.
જાેકે વર્ષ ૨૦૦૯માં માતા પિતા વચ્ચે ચાલતા ઝઘડાને લઈને બંને અલગ રહેવાત જતા કિશોરી થોડા સમાય માતા તો થોડા સમાય માટે પિતા સાથે રહેતી હતી. જાેકે આ વાત સાંભળતાની સાથે પિતાના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી અને આ મામલે પિતા સાથે કિશોરી કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધવા પહોંચ્યો હતો.
જ્યાં પોલીસે કિશોરી પૂછતાં તેણે પ્રેમીએ તેની સાથે દુષ્કર્મ આચરતા તે ગર્ભવતિ બની હોવાનું કહેતા આપતા પોલીસે તાત્કાલિક માતાના પ્રેમીને લાવીને તેની પૂછપરછ શરુ કરી હતી.
જાેકે કિશોરી દ્વારા અન્ય ચાર લોકોના નામ આપતા પોલીસને કિશોરી પર શકા ગઈ હતી અને ફરીથી તેની પૂછપરછ શરૂ કરી હતી જેમાં કિશોરી ભાગી પડી હતી અને તેને એક યુવાન સાથે પ્રેમ હતો અને તેના થકી ગર્ભવતી બની હોવાનું જણાવ્યું હતું અને પોતાના પ્રેમીને બચવા માટે તેને આ જુઠાણું ચલાવ્યુું હોવાનું કહેતા પોલીસે આ યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ રત્નકલાકારની ધરપકડની તજવીજ હાથ ધરી છે