કિશોરે રસ્તામાં મળેલી સોનુ ભરેલી બેગ માલિકને પરત કરી

મહેસાણા, આજકાલ ચોરી અને લૂંટના બનાવો એટલા વધી રહ્યાં છે કે એકવાર ગુમાવેલી વસ્તુઓ પરત મળતી નથી. પરંતુ આજના જમાનામાં ઈમાનદારી જેવા શબ્દો હજી પણ છે. મહેસાણાના એક ૧૩ વર્ષીય કિશોરે એવી બહાદુરીનુ કામન કર્યુ કે ચારેતરફ તેના વખાણ વખાણ થઈ ગયા. મહેસાણામાં ૧૩ વર્ષીય શિવમ ઠાકોર નામના બાળકે ઈમાનદારી દાખવીને રસ્તામાંથી મળેલ ૧૪ તોલા સોનું મૂળ માલિકને પરત કર્યું હતું.
તેના બદલામાં ખુશ થયેલા માલિકે કિશોરનો ધોરણ ૧૦ સુધીનો ભણતરનો ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી. ધાણોજના રણછોડભાઈ ચૌધરીના ૧૪ તોલા સોનાના દાગીના થોડા દિવસ અગાઉ ખોવાયા હતા. જે મહેસાણા ગોકુલધામ રેસીડેન્સીમા રહેતા શિવમ ઠાકોરને મળ્યા હતા.
શિવમને રસ્તામાં સોનાના દાગીના ભરેલી બેગ મળી હતી. જેના બાદ તેણે પોતાના પિતાને આ વિશે જાણ કરી હતી. તેઓએ અખબારમાં સોનાના ગુમ થવાના સમાચાર વાંચીને પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો હતો અને પોલીસ સ્ટેશને જઈને સોનાના દાગીના સુપરત કર્યા હતા. ૧૩ વર્ષીય શિવમ ઠાકોર ધોરણ ૭મા અભ્યાસ કરે છે. ત્યારે આવા ઈમાનદાર બાળકની દરિયાદિલી જાેઈએ રણછોડભાઈએ તેના ધોરણ ૧૦ સુધીનો ભણતરનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.
દાગીનાના માલિક રણછોડભાઈએ કહ્યું કે, બાળકને કારણે અમારા દાગીના અમને પાછા મળી ગયા. બાળકનો પ્રભાવ એવો અમારા પર પડ્યો કે, અમે ખુશ થઈ ગયા. અમારુ છાત્રાલય ચાલે છે, તેમાં હુ બાળકને ધોરણ ૧૦ સુધી ભણાવીશ.
પોલીસ સ્ટેશનના પીઆઈ જેએસ પટેલે કહ્યું કે, થેલી શિવમને મળી હતી. તેણે પિતા અને ઘરના લોકોને વાત કરી હતી. તેઓએ વિચાર્યુ કે, બીજા કોઈની વસ્તુ આપણે લેવી ન જાેઈએ. બીજા દિવસે તેમણે પેપરમાં જાેયુ કે, સોનુ ગુમ થયાના સમાચાર આવ્યા છે. તેથી તેઓએ અમારો સંપર્ક કર્યો હતો. બાળકનો હુ આભાર માનુ છુ કે, તેણે અને તેના પિતાએ આવી પ્રામાણિકતા બતાવી.
કિશોર શિવમ ઠાકોરે કહ્યું કે, મને બેગ મળી હતી, તો મેં મારા પિતાને કહ્યું. ઘરે આવીને જાેયુ કે તેમાં દાગીના છે. બેત્રણ દિવસ અમે રાહ જાેઈએ. પછી પેપરમાં આવ્યુ ત્યાર બાદ અમે પોલીસનો સંપર્ક કર્યો.SSS