Western Times News

Gujarati News

કિશોર દાના ગીતો બગાડાતાં પુત્ર અમિત કુમાર પણ નાખુશ

કિશોર કુમારને શ્રધ્દાંજલિ આપવા રિલાલિટી શોમાં ૧૦૦ ગીતો ગવાયા જેના પર દર્શકોએ જજીસની ભારે ટીકા કરી

મુંબઈ: સિંગિગ રિયાલિટી શૉ ઈન્ડિયન આઈડલની ૧૨મી સીઝનના પાછલા એપિસોડમાં કન્ટેસ્ટન્ટ્‌સ અને જજાેએ મળીને ગીતકાર કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે બે એપિસોડમાં કિશોર કુમારના ૧૦૦ ગીતો ગાયા હતા. આટલું જ નહીં, આ એપિસોડમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે કિશોર કુમારના દીકરા અમિત કુમારને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ દર્શકોએ આ એપિસોડ જાેયા પછી ઘણી નારાજગી વ્યક્ત કરી છે. દર્શકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, માત્ર કન્ટેસ્ટન્ટ જ નહીં,

જજ નેહા કક્કર, હિમેશ રેશમિયા અને અનુ મલિકે કિશોર કુમારના ગીતોને બગાડ્યા. લોકોની આ પ્રતિક્રિયા સાથે અમિત કુમાર પણ સહમત છે. તેમણે જણાવ્યું કે તે અધવચ્ચે એપિસોડ અટકાવી દેવા માંગતા હતા. શૉના નિર્માતાઓએ ચોક્કસપણે તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એપિસોડ શૂટ કર્યો હશે, પરંતુ તેમને મજ નહોતી આવી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અમિત કુમારે જણાવ્યું કે, હકીકતમાં હું આ એપિસોડને અટકાવી દેવા માંગતો હતો. કન્ટેસ્ટન્ટે જેવુ પણ ગાયું હોય,

મને તેમના વખાણ કરવાનું કહેવામાં આવ્યુ હતું. મને કહેવામાં આવ્યુ હતું કે તમામની તારીફ કરો. હું ત્યાં પહોંચ્યો અને મને જે પ્રમાણે કહેવામાં આવ્યું તે અનુસાર મેં કર્યું. મેં તેમને કહ્યુ હતું કે મને થોડી સ્ક્રિપ્ટ પહેલાથી આપી રાખો, પરંતુ મને સ્ક્રિપ્ટ આપવામાં નહોતી આવી. ઉલ્લેખનીય છે કે કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડ પછી મોટી સંખ્યામાં દર્શકોએ ટિ્‌વટર પર નારાજગી વ્યક્ત કરી છે. લોકોએ અલગ અલગ મીમ શેર કરીને એપિસોડની ટીકા કરી છે.

દર્શકોનું કહેવું છે કે આ એપિસોડમાં મહાન ગીતકાર કિશોર કુમારના ગીતોને બગાડવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન આઈડલને આદિત્ય નારાયણ હોસ્ટ કરે છે. મુંબઈમાં શૂટિંગ પર પ્રતિબંધ હોવાને કારણે દમણમાં તેનું શૂટિંગ થઈ રહ્યું છે. શૉના જજ હિમેશ રેશમિયા, વિશાલ દદલાણી, નેહા કક્કર છે, પરંતુ દમણમાં શૂટિંગ ચાલે છે ત્યાં સુધી અનુ મલિક વિશાલની જગ્યાએ જજ તરીકે રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.