કિશોર મિત્રની હત્યાનો બદલો લેવા તમંચો લઇને ફરતો હતો
સુરત, શહેરમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. ત્યારે હત્યાની ઘટનાઓ સતત સામે આવી હતી. જે તેને લઈને ગુનામાં સંડોવાયેલા હોય તેવા લોકોની તપાસ કરવા લિંબાયત પોલીસે શરૂઆત કરી હતી. ત્યારે બાતમીના આધારે પોલીસે કિશોરને ઝડપી પાડયો હતો.
કિશોર પાસેથી એક તમંચો મળી આવતાં તેની પૂછપરછ કરતાં તેના મિત્રની હત્યા કરવામાં આવી રીતે તેનો બદલો લેવા માટે તમંચો લઈને ફરતો હતો તેવું જાણવા મળ્યું હતુ.
જાેકે, તેની પૂછપરછમાં અન્ય ગામોના નામ સામે આવતા પોલીસે તેમને પણ ઝડપી પાડી તેમની પાસેથી પણ બે તમંચા મળી કુલ ત્રણ તમંચા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ કેવી રીતે વધી રહ્યો છે તેમાં પણ સુરતના લિંબાયત વિસ્તારમાં સતત હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓની સતત ચકાસણી કરવા આદેશ બાદ સુરતની લિંબાયત પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
ત્યારે બાતમી મળી હતી કે, લિંબાયત વિસ્તારમાં મીઠીખાડી વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષનો કિશોર પોતાની પાસે ઘાતક હથિયાર તમાચો લઇ ફરી રહ્યો છે. આ બાતમીના આધારે,લિંબાયત પોલીસે ૧૭ વર્ષિય કિશોરને તમંચા સાથે ઝડપી કિશોરની પૂછપરછ કરતાં તમંચો તેને વિકાસ રૂપે નેપાળી શિવ યાદવના નામના ઇસમે આપ્યો હતો. જાેકે, આ તમચો મિત્ર ગુડ્ડુનું થોડા સમય પહેલા મર્ડર થયું હતું. તેનો બદલો લેવા માટે તમંચો લઈને ફરતો હતો.
પકડાયેલા કિશોરની વધુ પુછપરછ કરતા તેણે, પોલીસને બે નામો આપ્યા હતા. શિવ યાદવ અને તેની સાથે સત્યમ ઉર્ફ આનંદ વેદપ્રકાશ કિનારીને પોલીસે ઝડપી પાડ્યો હતો પકડાયેલા બંને ઈસમો પાસેથી અન્ય બે તમંચા અને કુલ ૭ કારતુસ કબજે કર્યા છે. પોલીસે આ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી ત્રણ જેટલા તમંચા કબજે કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તમામ આરોપી મારામારીમાં અનેક વખત પકડાયા છે. ત્યારે પોલીસે આ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેઓ આ ક્યાંથી લાવ્યા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.SSS