કિશ્વર-સુયશે વીડિયો શેર કરીને પુત્રનો ચહેરો બતાવ્યો

મુંબઈ, ટેલિવુડ કપલ કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય ૨૭ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ દીકરાના માતાપિતા બન્યા હતા. પહેલીવાર પેરેન્ટ્સ બનેલા સુયશ અને કિશ્વર દીકરાના જન્મ પછી સાતમા આસમાને છે. તેઓ દીકરાની દરેક પહેલી ક્ષણને ખાસ બનાવા માગે છે. દીકરાને પહેલીવાર ઘરે લાવવાનો હોય, તેનું નામ જાહેર કરવાનું હોય કિશ્વર અને સુયશે બધું જ ખાસ અંદાજમાં કર્યું હતું.
અત્યાર સુધી કિશ્વર અને સુયશે દીકરાનો ચહેરો છુપાવી રાખ્યો હતો. તેઓ સોશિયલ મીડિયા પર નિરવેરની તસવીરો કે વિડીયો શેર કરતા હતા તેમાં પણ ચહેરો છુપાવીને રાખતા હતા. જાેકે, હવે કપલે દીકરાનો ચહેરો ફેન્સને બતાવી દીધો છે અને તે પણ ખાસ અંદાજમાં.
સુયશ અને કિશ્વરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રીલ શેર કરી છે. જેમાં પ્લાસ્ટિકના ઢીંગલામાંથી નાનકડો વહાલો લાગે તેવો નિરવેર આવી જાય છે. આ ટ્રાન્ઝિશન વિડીયો દ્વારા કપલે નિરવેરનો ચહેરો બતાવ્યો છે. ઢીંગલાના માથા પર જે પ્રકારે પાઘડી જાેવા મળે છે તે જ રીતે કિશ્વર અને સુયશે દીકરાને પણ પાઘડી પહેરાવી છે. નાનકડા નિરવેરે વ્હાઈટ રંગના કપડાં પહેર્યા છે અને તેના પર લખેલું છે.
હું બાબા અને મમ્માને પ્રેમ કરું છું. સુયશ અને કિશ્વરે શેર કરેલો આ વિડીયો ચોક્કસથી સૌનું દિલ જીતી રહ્યો છે. કપલના ઓનલાઈન પરિવારને નિરવેરનો ચહેરો જાેવાની ઇંતેજારીનું મીઠું ફળ મળ્યું છે. સુયશ અને કિશ્વરના કોમેન્ટમાં સેલિબ્રિટીઝ અને ફેન્સ કોમેન્ટ કરીને નાનકડા નિરવેર પર વહાલ વરસાવી રહ્યા છે. સેલિબ્રિટીઝમાં પોતાના નવજાત બાળકનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવાનો ક્રેઝ છે.
ત્યારે કિશ્વર અને સુયશ પણ કેમ પાછળ હટે. તેમણે નિરવેરનો ચહેરો બતાવાની સાથે જ તેની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. નિરવેરના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવેલી તસવીરમાં વિડીયોમાં દેખાતું ઢીગલું તેની નિરવેરની બાજુમાં જાેવા મળે છે. આ તસવીરમાં નિરવેર સ્માઈલ કરી રહ્યો છે. તસવીર સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, હેલો દુનિયા, હું નિરવેર છું. મારા મમ્મી-પપ્પા મને બની કહે છે. તમે લોકો મને તમારા વિશે જણાવો.SSS