કિસાનના ઘરે જઇ કેળાના પત્તા પર ભોજન કરતા જે પી નડ્ડા

કોલકતા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડી પોતાના એક દિવસના પ્રવાસ આજે અહીં પહોંચ્યા હતાં બંગાળ પ્રવાસ પર પહોંચેલા નડ્ડાએ પૂર્વ વર્ધમાન જીલ્લાના જગદાનંદપુરમાં એક કિસાનના ધરે કેળાનના પત્તા પર ભોજન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે બંગાળ ભાજપ અધ્ક્ષ દિલીપ ધોષ પણ હતાં. આ તમામ નેતાઓની કેળાના પત્તા પર ભોજન કરતી તસવીર પણ સામે આવી છે.
પૂર્વ વર્ધમાનમં એક રેલીને સોબંધિક કરતા નડ્ડાએ કહ્યું કે અમે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવીશું અને ત્યારબાદ કિસાનોની સાથે ન્યાય કરીશું રેલીમાં મમતા બેનર્જી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ટીએમનો અર્થ કટ મની અને ચાવલ ચોર છે.પીએમ કિસાન યોજના લાગુ કરવા પર પશ્ચિમ બંગાળ સરકારના સહમત થવા પર નડ્ડાએ કહ્યું કે ટીએમસી કોંગ્રેસ સરકાર માટે હવે ખુબ મોડુ થઇ ગયું છે નડ્ડાએ કહ્યું કે મમતા બેનર્જીનો આધાર ખસી રહ્યો છે તો તે પીએ કિસાન યોજનાને લાગુ કરવા માટે તૈયાર થઇ છે.કોલકતાથી ડાયમંડ હાર્બરની તેમની યાત્રા દરમિયાન ગત ૧૦ ડિસેમ્બરે તેમના કાફલા પર થયેલ હુમલા બાદ નડ્ડાની આ પહેલી બંગાળ યાત્રા હતાં. નડ્ડા લગભગ ૧૧.૪૫ કલાકે અંડાલ વિમાની મથકે પહોંચ્યા હતાં અને ત્યાંથી હેલીકોપ્ટરમાં સવાર થઇ પૂર્વ વર્ધમાન જીલ્લાના જગદાનંદપુર ગામ પહોંચ્યા હતાં.
વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર કિસાન વિરોધી હોવાના આરોપોનો જવાબ આપતાં તેમણે જગદાનંદપુર ગામમાં ધેર ઘેર જઇ એક મુઠ્ઠી ચાવલ સંગ્રહ અભિયાનની શરૂઆત કરાવી હતી. તે દિવસભર વ્ધમાન જીલ્લામાં કિસાનો સાથે રહ્યાં હતાં અને તેમે નવા કષિ કાનુનોના ફાયદો બતાવ્યા હતાં. ચાવલ સંગ્રહ અભિયાન હેઠ ૨૦૨૧ વિધાનસભા ચુંટણી પહેલા પાર્ટી રાજયના ૭૩ લાખ કિસાનોના ઘરે પહોંચશે પ્રદેશ ભાજપના એક નેતાએ કહ્યું કે આભિયાનની શરૂઆત થતા પાર્ટીના કાર્યકરો રાજયના ૪૮,૦૦૦ ગામોમાં જશે અને ધર ધર પહોંચી એક મુઠ્ઠી ચાવલ સંગ્રહ કરશે.HS