કિસાનની પાઘડી ઉતરતા મુખ્યમંત્રીના કાફલા પર લાકડીઓ વરસાવી
અંબાલા, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલને અંબાલામાં કિસાનોના કડક વિરોધનો સામનો કરવો પડયો હતો આક્રોશિત કિસાનોને કાબુમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી પોીસે કિસાનોની પીછો કર્યો હતો આ ધક્કામુક્કીમાં એક કિસાનની પાઘડી પણ પડી ગઇ હતી ત્યારબાદ ભારે હંગામો થયો હતો. કિસાનોએ મુખ્યમંત્રીના કાફલામાં સામેલ એમ્બ્યુલન્સને છોડી તમામ ગાડીઓ પર લાકડીઓ વરસાવી હતી લગભગ એક હજારથી વધુ કિસાનો ઘટના સ્થળે હાજર હતાં.
મુખ્યમંત્રી મનોહરલાલ અંબાલામાં ભાજપના મેયર પદની ઉમેદવાર ડો વંદના શર્માના સમર્થનમાં એક જાહેરસભાને સંબોધન કરવાના હતાં. મુખ્યમંત્રીના અંબાલા આવવાના સમાચાર મળતા જ સેંકડો કિસાનો સિટિના અગ્રસેન ચોક પર જમા થઇ ગયા હતાં જાે કે કિસાનોને સંભાળવા માટે ભારે સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કિસાનોએ ભારે વિરોધ કર્યો હતો આ દરમિયાન કિસાનની પાઘડી પડી ગઇ હતી આથી કિસાનો ઉશ્કેરાઇ ગયા હતાં અને કાફલાની ગાડીઓને ઘેરી લીધી હતી.HS