કિસાનોએ ભારત બંધને લઇને પુરી તૈયારીઓ પુરી કરી લીધી
નવીદિલ્હી, કૃષિ ક્ષેત્રથી જાેડાયેલ નવા કાનુનને પાછો લેવા માટે સરકાર પર દબાણ લાવવા માટે આવતીકાલ તા. ૮ ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. દેશભરના વિવિધ કિસાન સંગઠનોએ રાષ્ટ્રવ્યાપી બંધને સમર્થન આપ્યું છે કોંગ્રેસ ડાબેરી સહિત મોટાભાગના વિરોધ પક્ષોએ પણ ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે આ ઉપરાંત ટ્રેડ ઇડસ્ટ્રીઝ અને બેકીંગથી જાેડાયેલ અનેક યુનિયનોએ પણ કિસાન આંદોલન અને ભારત બંધને સમર્થન આપવાની વાત કહી છે આથી રાજનીતિક અને સંગઠનના સ્તર પર ભારત બંધને સફળ બનાવવાની તૈયારીઓ કરી છે. આવતીકાલે દેશના અસગ અલગ ભાગોમાં કેન્દ્ર સરકારની વિરૂધ્ધ પ્રદર્શન કરવામાં આવશે અલગ અલગ રાજયોમાં ભારત બંધને અલગ અલગ અસર જાેવા મળી શકે છે કારણ કે કેટલાક સ્થાનો પર સ્થાનિક સ્તર પર મોટા પ્રદર્શનની યોજના છે આંદોલનનું મુખ્ય કેન્દ્ર દિલ્હી એનસીઆર જ રહેશે.
ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ રાકેશ ટિકૈતે કહ્યું કે ભારત બંધ દરમિયાન આવશ્યક સેવાઓને મંજુરી રહેશે તેમણે કહ્યું કે અમે સવારના ૧૧ વાગ્યાથી સાંજના ત્રણ વાગ્યા સુધી બધ રાખીશું પરંતુ આ દરમિયાન કોઇને પરેશાન કરવામાં આવશે નહીં. કિસાન આંદોલનની શરૂઆતમાં પંજાબ અને હરિયાણાના કિસાન સામેલ હતાં બાદમાં આંદોલનમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશના કિસાન નેતાઓ ભાગ લીઘો પરંતુ હવે આ આંદોલન રાજસ્થાન,કર્ણાટક તેલંગણા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજયોના કિસાન જાેડાયા હતાં.
દિલ્હીમાં ભારત બંધ દરમિયાન દુકાનો અને કારોબાર બંધ રહેશે એમ્બ્યુલન્સ અને તાકિદના કાર્યને બંધથી છુટ આપવામાં આવી છે.કિસાનોએ દિલ્હીના બોર્ડર્સને બ્લોક કરી રાખ્યો છે. આવતીકાલે સ્થિતિ વધુ બગડે તેવી આશંકા છે. સિંધુ ઔંચડી પિયાઓ મનિયારી મંગેશ સીમા બોર્ડર બંધ કરવામાં આવી છે.આ ઉપરાંત ટિકરી અને ઝરોડા સીમા પણ બંધ કરાઇ છે. ઉત્તરપ્રદેશથી દિલ્હીમાં પ્રવેશ કરનાર મુખ્ય પથ રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા ૨૪ ખાતે ગાઝીયાબાદ સીમા પણ કિસાનોના આંદોલનને કારણે બંધ છે.
ઝારખંડમાં સત્તાધારી ગઠબંધનમાં સામેલ જેએમએસ સહિતના પક્ષોએ બંધને સમર્થન આપ્યું છએ આથી માર્ગ અને રેલ સેવાને સામાન્ય બનાવી રાખવી પોલીસ અને પ્રશાસન માટે મોટો પડકાર હશે. તમામ જીલ્લા પોલીસ અધીક્ષકોને જરૂરી તૈયારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.ઉત્તરપ્રદેશમાં ભારતીય કિસાન યુનિયને મોટા પાયા પર પ્રદર્શનની તૈયારી કરી છે ભાકિયુએ ભારત બંધ દરમિયાન સવારથી લઇ ત્રણ વાગ્યા સુધી દુકાનો સંસ્થાનોને બંધ રાખવાની અપીલ કરી છે. પંજાબમાં પેટ્રોલ પંપો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત મહારાષ્ટ્ર અને આસામની સરકારોએ પણ બંધને સમર્થન આપ્યું છે યુનિયનોએ તમામ કારખાના કાર્યાલયો બેંક અદાલતો શૈક્ષણિક સંસ્થાનો અને ટ્રાફિકને બંધ કરવાની અપીલ કરી છે.કર્ણાટકમાં રૈયત સંધે નવ ડિસેમ્બરે વિધાનસભા સત્ર શરૂ થવા પર વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે. આવતીકાલે કાર્યકરો જીલ્લા તાલુકા અને ગામોમાં અહિંસક રીતે આંદોલન કરતા બંધ પાળશે દક્ષિણના રાજયોમાં પણ બંધને અસર જાેવા મળશે.HS