કિસાનોએ ૨૬ માર્ચે દેશબંધીની તૈયારીઓ પુરી કરી લીધી
નવીદિલ્હી: દિલ્હીની સીમાઓ પર ત્રણ કૃષિ કાનુનોના વિરોધમાં કિસાન સંગઠનોનું આંદોલન ચાલુ છે આ ક્રમમાં આવતીકાલ તા. ૨૬ માર્ચે દેશવ્યાપી બંધની તૈયારી કિસાન સંગઠનોએ કરી લીધી છે. આ બંધમાં કિસાનોને વ્યાપારી સંગઠનો ટ્રેડ યુનિયનો ટ્રક યુનિયનો બસ યુનિયનો અને રેલવે યુનિયનોનું પણ સમર્થન મળશે.કિસાન નેતાઓએ સ્થાનીક લોકોને બંધ દરમિયાન થનાર પરેશાની માટે માફી માંગતા સહયોગ કરવાની અપીલ પણ કરી છે.
ભારતીય કિસાન યુનિયનના પ્રદેશ અધ્યક્ષ રાજવીર સિંહ જાદૌન અને ભારતીય કિસાન યુનિયન યુવા અધ્યક્ષ ગૌરવ ટિકૈતે કહ્યું કે આવતીકાલ તા.૨૬ માર્ચે ભારત બંધ પુરી રીતે સફળ રહેશે. આ બંધમાં કિસાનો ઉપરાત વેપારી સંગઠનો ટ્રેડ યુનિયનો ટ્રક યુનિયનો બસ યુનિયનો અને રેલ યુનિયનોનું પણ સમર્થન મળ્યું છે.
તેમણે કહ્યું કે ગાજીપુર સીમા પર દિલ્હીથી ગાજીયાબાદ તરફથી જનાર લેન જે કેટલાક દિવસ પહેલા સુધી દિલ્હી પોલીસે બંધ કરી હતી તેને કિસાન ૨૬ માર્ચ સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી બંધ રાખશે બંધ દરમિયાન એમ્બ્યુલન્સ સ્કુલી વાહન સેનાના વાહન વિદેશી પર્યટકોના વાહન અને ફૂડ સપ્લાઇ અને અન્ય જરૂરી સેવાઓથી જાેડાયેલ વાહનોને રોકવામાં આવશે નહીં
જાદૌને કહ્યું કે આ ભારત બંધ ભારતના તે સામાન્ય નાગરિકોનું છે જે બે રોટી ખાય છે કિસાન આંદોલન દેશના દરેક સામાન્ય નાગરિકનું આંદોલન છે કારણ કે સરકાર જે ત્રણ નવા કૃષિ કાનુન લાવી છે તેની અસર સામાન્ય નાગરિકો પર પણ પડશે સરકાર આ કાનુન દ્વારા અનાજને મુડીપતિઓના ગોદામોમાં બંધ કરાવવા ઇચ્છે છે અને તે સ્થિતિમાં મુડીપતિ દેશવાસીઓની ભૂખ પર વ્યાપાર કરશે
કિસાન નેતા ડી પી સિંહે કહ્યું કે ભારત બંધમાં અમને તમામ વર્ગનું સમર્થન મળ્યું છે.૨૬ તારીખનું બંધ એતિહાસિક રહેશે. કયાંયક કોઇ સમસ્યા આવવા દેવામાં આવશે નહીં. વેપારી સ્વભાવિત રીતે પોતાની પ્રતિષ્ઠાન બંધ રાખશે અને બસ અને ટ્રક યુનિયનો પણ ખુદ બંધને ટેકો આપશે નાના શહેરોની સફાઇ મજદુર યુનિયનોનું પણ સમર્થન મળ્યુ છે.