કિસાનોના પ્રદર્શનથી ૨,૨૨૦ કરોડનું નુકસાન: રેલવે
નવીદિલ્હી, નવી કૃષિ કાનુનનો વિરોધ પંજાબમાં અટકવાનું નામ લઇ રહ્યો નથી રાજયમાં અનેક સ્થાનો પર કિસાનોએ રેલ પાટાઓ પર અડ્ડો જમાવ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનને કારણે યાત્રી ટ્રેનોની સાથે જ માલગાડીઓનું પરિચાલન પ્રભાવિત થયું છે તેનાથી રેલવેને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.
રેલવેએ જણાવ્યું હતું કે અત્યાર સુધી તેને ૨,૨૨૦ કરોડ રૂપિયાનું નુકસાન થઇ ચુકયુ છે તેમાં ૬૭ કરોડ સવારી ટ્રેનો ન ચાલવાને કારણે થયું છે પંજાબમાં ૨૪ સપ્ટેમ્બરથી નવા કૃષિ કાનુનના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યા છે. તેના કારણે ૩૮૫૦ માલ ગાડીઓનું પરિચાલન પ્રભાવિત થયું છે અત્યાર સુધી ૨૩૫૨ યાત્રી ટ્રેનોને રદ કરવી પડી અથવા તો તેના માર્ગને ડાયવર્ટ કરવા પડયા.
એક અધિકારીએ કહ્યું કે રેલવેને અત્યાર સુધી કુલ ૨૨૨૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.તેમાં ૬૭ કરોડ રૂપિયા યાત્રી ટ્રેન રદ થવાથી થયું છે જયારે ઉત્તર રેલવેને દરરોજ ૧૪.૮૫ કરોડનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે.આંદોલન કરી રહેલા કિસાનોનું કહેવુ છે કે અમે ફકત માલ ગાડીઓને જ પંજાબ માર્ગ પર ચાલવાની મંજુરી આપીશું પરંતુ રેલવેએ કિસાનોના આ પ્રસ્તાવને નકારી દીધા છે યાત્રી અને માલ ગાડીઓ નહીં ચલાવવાથી પંજાબમાં જરૂરી સામાનોનો પુરવઠો પ્રભાવિત થયો છે કિસાન નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલ તાજેતરની બેઠક પરિણામ વિનાની પુરી થઇ હતી. પંજાબ સરકાર કેન્દ્ર પર ભેદભાવનો આરોપ લગાવી રહી છે. મુખ્યમંત્રીએ પ્રદર્શન કર્યા હતાં.HS