કિસાનોના મુદ્દાને લઇ જંતર મંતર પર અમરિંદર અને સિધ્ધુના ધરણા
નવીદિલ્હી, રાષ્ટ્રપતિ તરફથી મુલાકાત માટે સમય આપવાનો ઇન્કાર કર્યા બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હીના જંતર મંતર પર ધરણા પર બેઠા હતાં અમરિંદર સિંહની સાથે કોંગ્રેસના નેતા નવજાેતસિંહ સિધ્ધુ અને તમામ મંત્રીઓ અને કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેઠા હતાં. આ ધરણા દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા માલગાડીઓ રોકવાના કારણે રાજયમાં વિજી સંકટ અને જરૂરી વસ્તુઓની સ્થિતિ ગંભીર હોવા તરફ ધ્યાન અપાવવાનો પ્રયાસ છે.
જંતર મંતર પહેલા અમરિંદર સિંહ સહિત અન્ય નેતા રાજધાટ ગયા અને બાપુની સમાધિ પર શ્રધ્ધાંજલિ અર્પિત કરી ત્યારબાદ આ લોકો જંતર મંતર પહોંચી ધરણા શરૂ કર્યા હતાં. મુખ્યમંત્રી અમરિંદરે કહ્યું કે રાજયમાં માલગાડીઓની અવર જવર રોકવાના કારણે પેદા થયેલ સંકટ ઘેરાઇ રહ્યો છે અને તમામ પાવર પ્લાંટ પુરી રીતે બંધ થઇ ગયા છે આ સાથે જ કૃષિ અને શાકભાજીનો પુરવઠો ખુબ હદ સુધી અવરોધાયો છે તેમણે ધરણા આપવાનો નિર્ણય એટલા માટે લીધો કે કેન્દ્ર સરકારનું ધ્યાન રાજયની નાજુક સ્થિતિ તરફ દોરી શકાય.
વિધાનસભા સત્ર બાદ તરત જ તમામ પાર્ટીઓ ખેતી બિલોના મુદ્દા પર રાષ્ટ્રપતિના હસ્તક્ષેપ માટે તેમને મળવા માટે ૪ નવેમ્બરનો સમય માંગવાનો સર્વસંમ્મતિથી નિર્ણય કર્યો હતો.મુખ્યમંત્રી કાર્યાલયે ૨૧ ઓકટોબરે રાષ્ટ્રપતિ ભવનને પત્ર મોકલી બેઠકનો સમય માંગવામાં આવ્યો હતો.
૨૯ ઓકટોબરે ફરી આવેદન મોકલવાાં આવ્યો હતો તેના જવાબમાં મુખ્યમંત્રી કાર્યાલયે ગત દિવસોમાં પ્રાપ્ત અર્ધ સરકારી પત્રમાં બેઠક માટે મોકલવામાં આવેલ વિનંતીને એ આધાર પર રદ કરવામાં આવ્યો કે પ્રાંતીય સુધારા બિલ હજુ રાજયપાલની પાસે વિચાર માટે લંબિત પડેલ છે ત્યારબાદ મુખ્યમંત્રી તરફથી બીજીવાર પત્ર લખવામાં આવ્યો જેમાં મુખ્યમંત્રી અને અન્ય ધારાસભ્યોની વર્તમાન સ્થિતિ રાષ્ટ્રપતિના ધ્યાનમાં લાવવા અને મુદ્દાનો ઉકેલ લાવવા માટે મળવાનો સમય માંગવામાં આવ્યો હતો પરંતુ રાષ્ટ્રપતિ કાર્યાલયે જવાબમાં કહ્યું કે પહેલા કારણોના સંદર્ભમાં આ સમય પર આ વિનંતી સ્વીકાર કરી શકાય નહીં.HS