કિસાનોની માંગણીનો સ્વીકાર નહીં થાય તો ગણતંત્ર દિવસ પર ટ્રેકટર પરેડ
નવીદિલ્હી, દિલ્હીની અલગ અલગ સીમાઓ પર ત્રણ નવા કૃષિ કાનુનોનો વિરોધ કરી રહેલ કિસાનોએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગણતંત્ર દિવસના દિવસે ટ્રેકટર રેલી આયોજીત કરવાની ધમકી આપી છએ આ ઉપરાંત કિસાનોએ કહ્યું છે કે ૨૩ જાન્યુઆરીએ એટલે કે સુભાષ ચંદ્ર બોસની જયંતિ પર તમામ રાજયપાલોના નિવાસ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે
કિસાન આંદોલનનું સમન્વય કરી રહેલ સાત સભ્યોની સમન્વય સમિતિએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં પોતાની પહેલી પત્રકાર પરિષદ કરી કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે જાે કિસાનોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો દિલ્હીની ચારે બાજુ મોરચાથી કિસાન ૨૬ જાન્યુઆરીએ દિલ્હીમાં પ્રવેશ કરી ટ્રેકટર ટ્રોલ અને અન્ય વાહનોની સાથે કિસાન ગણતંત્ર પરેડ કરશે કિસાન નેતાઓએ એ સ્પષ્ટ કર્યું કે આ પરેડ ગણતંત્ર દિવસની સત્તાવાર પરેડની સમાપ્તિ બાદ થશે.
કિસાન નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું કે અમે હવે આર પારની લડાઇમાં એક નિર્ણાયક વળાંક પર આવી ચુકયા છે ૨૬ જાન્યુઆરી સુધી અમારી દિલ્હીમા ધરણાને બે મહિના પુરા થઇ જશે અમે આ નિર્ણાયક પગલા માટે ગણતંત્ર દિવસને પસંદ કર્યો છે કારણ કે આ દિવસે અમારા દેશમાં ગણ એટલે કે બહુ સંખ્યક કિસાનોની સર્વોચ્ચ સત્તાનું પ્રતિક છે.
આ પ્રસંગ પર સંયુકત કિસાન મોરચાએ ગણતંત્ર દિવસ સુધી આંદોલનને તેજ અને વ્યાપક બનાવવાના અનેક કાર્યક્રમોની જાહેરાત કરી આ આંદોલનને પુરા દેશમાં ગતિ આપવા માટે ૬ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી સરકારી જુઠ અને દુષ્પ્રચારનો પદાર્ફાસ કરવા માટે દેશ જાગૃતિ પખવાડીયું મનાવવામં આવશે અને જનતાને જાગૃત કરવામાં આવશે જાે ચાર જાન્યુઆરીએ વાર્તા નિષ્ફળ જશે તો કિસાનો માર્ચ કાઢશે સંક્રાંતિ પ્રસંગ પર દેશમાં કિસાન સંકલ્પ દિવસ મનાવશે અને ત્રણ કાનુનોને સળગાવશે ૧૮મીએ મહિલા કિસાન દિવસ મનાવશે અને ૨૩ જાન્યુઆરીએ રાજયપાલના નિવાસનો ધેરાવ થશે.HS