કિસાનોની સાથેની મંત્રણામાં સરકારે કમિટિ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો
નવીદલ્હી, દિલ્હીની સીમાઓ પર બેઠેલા કિસાનોનું આંદોલન આજે ૩૫માં દિવસે પ્રવેશ કરી ગયુ ંછે શીતલહેર અને ઘટતા તાપમાન પણ કિસાનોના ઇરાદાને તોડી શકયા નથી આ દરમિયાન આજે કિસાન નેતાઓ અને સરકારની વચ્ચે વાતચીત ચાલી હતી આ સાતમા તબક્કાની વાતચીત થઇ હતી.
ભાકિયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું હતું કે આંદોલનનું પરિણામ નિકળવું જાેઇએ નહીં તો કિસાન સમુદાય બરબાદ થઇ જશે. તેમણે કહ્યું કે વાર્તામાં રાજનાથસિંહ એલ કે અડવાણી જેવા વૃધ્ધ નેતાઓને સામેલ કરવા જાેઇએ તેમણે કહ્યું કે સરકાર બે પગલા પીછેહટ કરે તો કિસાન અઢી પગલા પીછેહટ કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે અમે વડાપ્રધાનનું માથુ નીચે કરવા માંગતા નથી પરંતુ શરત એ પણ છે કે કિસાનોનુ સમ્માન બનાવી રાખવામાં આવે અને કિસાનોની તમામ માંગોને માની લેવામાં આવે.
આ બેઠક દરમિયાન કિસાન નેતાઓ માટે આજે પણ કાર સેવા ટેપો ભોજન લઇ આવી હતી ગત બેઠકોની જેમ કિસાનોએ આજે પણ પોતાનું જ ભોજન લીધુ હતું જાે કે આજની વાર્તમાં જયારે ભોજન કરવાનો સમય આવ્યો તો કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયુષ ગોયલે કિસાનોની સાથે ભોજન કર્યું હતું. કિસાનોએ સરકારને આંદોલનમાં જાન ગુમાવનાર કિસાનો માટે ન્યાય અને વળતરની પણ માંગ કરી છે અને કિસાન પોતાની માંગોને લઇ મકકમ છે. કિસન નેતાઓનું કહેવુ છે કે કૃષિ કાનોને રદ કરવાની પધ્ધતિ અને એમએસપીના કાનુની ગેરંટી સરકાર આપે સરકારે ત્રણેય કૃષિ કાનુનને રદ કરવાની પ્રક્રિયાની બાબતમાં બતાવ્યું હતું.
આ બેઠકમાં ૪૦ કિસાન સંગઠનોના નેતાઓ સામેલ થયા હતાં બેઠક દરમિયાન નેતાઓએ માંગ કરી હતી કે આંદોલન દરમિયાન તેમના જે આથી માર્યા ગયા છે તેમના પરિવારોને ન્યાય અને વળતર આપવામાં આવે જયારે સરકારે કિસાનોને કહ્યું કે કાનુનોથી જાેડાયેલ માંગો પર ચર્ચા વિચારણા કરવા માટે એક કમિટિની રચના કરી શકાય છે.
એ યાદ રહે કે કિસાન અને સરકારની વચ્ચે પહેલા છ દૌરની વાતચીત પરિણામ વિના પુરી થઇ હતી ગત બેઠક ૮ ડિસેમ્બરે થઇ હતી ત્યારબાદ વાતચીતનો દૌર અટકી ગયો હતો અને કિસાનોએ વિરોધ તેજ કરી દીધો હતો આવામાં સરકારે ત્રણ વાર પત્ર લખી કિસાનોને બેઠક માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો આથી કિસાનો બેઠક માટે તૈયાર થયા હતાં પહેલી બેઠક ૧૪ ઓકટોબરે થઇ હતી આ બેઠકમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની જગ્યાએ કૃષિ સચીવ આવતા કિસાન સંગઠનોએ બેઠકોનો બોયકોટ કર્યો હતો. અને કૃષિ મંત્રી સાથે વાત કરવાની માંગ કરી હતી. બીજી બેઠક ૧૩ નવેમ્બરે થઇ હતી.
જેમાં કૃષિ મંત્રી અને રેલ મંત્રી પીયુષ ગોયલે કિસાન સંગઠનો સાથે બેઠક કરી હતી.આ બેઠક સાત કલાક ચાલી પરંતુ પરિણામ આવ્યું નહીં ત્રીજા તબક્કાની વાતચીત ૧ ડિસેમ્બરે થઇ હતી જેમાં સરકારે નિષ્ણાંતોની સમિચિ બનાવવું સુચન આપ્યું પરંતુ કિસાન સંગઠનો ત્રણ કાનુન રદ કરવાની માંગ પર મકકમ રહ્યાં અને ત્રણ કલાકની ચર્ચા બેકાર સાબિત થઇ સાત કલાક સુધી ચોથા તબક્કાની વાતચીત ચાલી સરકારે વચન આપ્યું કે એમએસપીથી કોઇ છેડછાડ કરવામાં આવશે નહીં પરંતુ કિસાનોનું કહેવુ હતું કે સરકાર એમએસપી પર ગરેંટી આપવાની સાથે ત્રણ કાનુન પણ રદ કરે પાંચમા તબક્કાની વાતચીતમાં સરકાર એમએસપી પર લેખિત ગેરંટી આપવા તૈયાર થઇ પરંતુ કિસાનોએ સ્પષ્ટ કર્યું કે કાનુન રદ કરવા પર સરકાર હા કે નામાં જવાબ આપે છઠ્ઠા તબકકામાં ભારત બંધના દિવસે ગૃહ મંત્રી અમિત શાહે બેઠક કરી તેના આગામી દિવસે સરકારે ૨૨પાનાનો પ્રસ્તાવ આપ્યો પરંતુ કિસાન સંગઠનોએ તેને ઠુકરાવી દીધો હતો.SSS