કિસાનોને રોકવા માટે દિલ્હીની સીમાઓ સીલ કરવામાં આવશે
નવીદિલ્હી, દિલ્હી પોલીસે કિસાનોને દિલ્હીમાં કોઇ રીતની માર્ચ કાઢવા અને પ્રદર્શન કરવા પર પ્રતિબંધ લગાવી દીધા છે દિીલ્હી પોલીસે ટ્વીટ કરી કહ્યું કે જાે કિસાન મંજુરી વિના દિલ્હીમાં આવે છે તો તેના પર કાનુની કાર્યવાહી કરવામાં આવશે કિસાનોના જંતર મંતર પર પ્રદર્શનની માંગને પણ દિલ્હી પોલીસે રદ કરી દીધી છે દિલ્હી પોલીસ ૨૬ અને ૨૭ નવેમ્બરે દિલ્હીની તમામ સીમાઓને સીલ પણ કરી દેશે.
બીજી તરફ દિલ્હીમાં વધકા કોરોના મહામારીને જાેતા કેન્દ્ર સરકાર કિસાન નેતાઓથી વાતચીત કરી રહ્યાં છે મળતી માહિતી અનુસાર હરિયાણા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન કેરલ અને પંજાબના કિસાન અને કિસાન નેતાઓને નવી કૃષિ કાનુનોના વિરોધમાં ૨૬ અને ૨૭ નવેમ્બરે દિલ્હીમાં દિલ્હી ચલો માર્ચ કાઢવાની જાહેરાત કરી છે આ રાજયોથી કિસાન ૨૬ નવેમ્બરથી જ દિલ્હી આવવાનું શરૂ કરે તેવી સંભાવના છે.
દિલ્હી પોલીસના પ્રવકતા ડો ઇશ સિંધલે કહ્યું કે જાે કિસાન મંજુરી વિના દિલ્હીમાં પ્રવેશ કરશે તો કાનુની કાર્યવાહી કરવામાં આવશે કોરોના વાયરસને જાેતા દિલ્હીમાં કોઇ રીતના માર્ચ અનેસભાની મંજુરી નથી કોરોના મહામારી નિયંત્રણમાં આવ્યા બાદ મંજુરી લઇ દિલ્હીમા પ્રદર્શન કરી શકે છે કિસાનોને જંતર મંતર પર પણ પ્રદર્શન કરવાની મંજુરી આપવામાં આવશે નહીં
નવા કૃષિ કાનુનોને લઇ કિસાન નેતાઓની ગત અઠવાડીયે એક બેઠક થઇ હતી તેમાં નક્કી થયું હતું કે સેંકડો કિસાન દિલ્હી માર્ચ કરશે કિસાન સંગઠનોએ મળી નવી કૃષિ કાનુનોના વિરોધમાં કેન્દ્ર સરકાર પર દબાણ બનાવવા માટે સંયુકત કિસાન મોરચો બનાવ્યો છે આ મોરચાને સેંકડો કિસાન સંગઠનોનું સમર્થન મળી ચુકયુ છે.
ઓલ ઇન્ડિયા કિસાન સંધર્ષ કોર્ડિનેશનન કમિટિના સંયોજક વી એમ સિંહે નવીદિલ્હી જીલ્લા ડીસીપી ડો ઇશ સિંધલને બે નવેમ્બરે પત્ર લખી જંતર મંતર પર પ્રદર્શનની મંજુરી માંગી હતી ડો ઇશ સિંધલ તરફથી ચાર નવેમ્બરે વી એમ સિંહને પત્ર લખી મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો દિલ્હી પોલીસે પત્રમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી સરકારની કોવિડ દિશા નિર્દેશોને જાેતા ૩૦ નવેમ્બર સુધી દિલ્હીમાં કોઇ પણ રીતે ભીડની એકત્રિત થવાની મંજુરી આપવામાં આવશે નહીં.
કૃષિ કાનુનોની વિરૂધ્ધ વિવિધ કિસાન સંગઠનોના દિલ્હી માર્ચને લઇ હરિયાણા સરકાર અને પોલીસની મુશ્કેલી વધી ગઇ છે. આંદોલન દરમિયાન ગડબડીની આશંકાને કારણે પોલીસ અને પ્રશાસન સતર્ક થઇ ગયા અનેક જીલ્લામાં કિસાન નેતાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસે ૫૦થી વધુ કિસાન નેતાઓને હિરાસતમાં લઇ લીધા છે.આ ઉપરાંત અનેક નેતા ભૂમિગત થઇ ગયા છે.
વિરોધ પક્ષોના નેતાઓએ કિસાનોની હિરાસતને મુદ્દો બનાવી પ્રદેશ સરકારને નિશાન બનાવી રહ્યાં છે બીજી તરફ હરિયાણા પોલીસનો દાવો છે કે પ્રદેશમાં કોઇ પ્રકારની કોઇ અપ્રિય ઘટના ન બને તેના માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી પંજાબ સીમા પણ સીલ કરવાની તૈયારી ચાલી રહી છે.આ ઉપરાંત અન્ય પગલા પણ ઉઠાવવામાં આવી રહ્યાં છે.HS