કિસાનો દ્વારા ભારત બંધ દરમિયાન દિલ્હી મેરઠ નોઇડા હાઇવે બંધ, પંજાબમાં રેલ જામ
નવીદિલ્હી, કૃષિ વિધેયકોની વિરૂધ્ધ દેશભરમાં કિસાનોએ આજે ભારત બંધ બોલાવ્યું હતું બંધની સૌથી વધુ અસર પંજાબ અને હરિયાણામાં જાેવા મળી હતી પંજાબમાં અમૃતસર,ફરીદકોટ સહિત અનેક શહેરોમાં કિસાન રેલવે ટ્રેક પર બેસી ગયા હતાં કિસાનોના આંદોલનને જાેતા રેલવેએ પંજાબ જનારી ૧૩ જાેડી ટ્રેનોને પંજાબ પહોંચતા પહેલા જ ટર્મિનેટ કરી દીધી હતાં જયારે ૧૪ ટ્રેનોને રદ કરી દીધા હતાં, કિસાનોએ અહીં ભારતીય કિસાન યુનિયન અને રિવોલ્યુશરી માર્કસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના બેનર હેઠળ જાલંધરમાં ફિલ્લોરની પાસે અમૃતસર દિલ્હી નેશનલ હાઇવે જામ કરી દીધો હતો પંજાબમાં ભારત બંધ હેઠળ બજારો અને દુકાનો બંધ રહી હતી આ ઉપરાંત માર્ગો અને રેલ વ્યવહાર પણ ઠપ્પ થઇ ગયો હતો. પંજાબ કલાકાર હરદીપ ગિલ અને અનીતા દેવગન પણ વિરોધ પ્રદર્શનમાં જાેડાયા હતાં.
દિલ્હીથી જાેડાયેલ નોઇડામાં પણ કિસાનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતાં કિસાનોએ દિલ્હી નોઇડા ગ્રેટર નોઇડા હાઉવે જામ કરી દીધી હતો તેથી અવરજવર પ્રભાવિત થઇ હતી. કિસાનોએ હાઇવે પર ટ્રેકટર ટ્રોલીઓ લાવીને ઉભી કરી દીધી હતી હાઇવે પર બેસીને કિસાનો હુક્કા પીતા નજરે પડયા હતાં આ દરમિયાન કિસાનોએ મોદી સરકાર મુર્દાબાદના સુત્રોચ્ચાર કર્યા હતાં.
પશ્ચિમી ઉત્તરપ્રદેશના બાગપત બડૌત ખેકડા રમાલા ટટીરી સહિત વિવિધ જગ્યાઓ પર પણ ભાકિયુ કાર્યકરોએ ચક્કા જામ કરી દીધો છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યા હતાં. લખનૌથી જાેડાયેલા બારાબંકી સીતાપુર તથા રાયબરેલીમાં પણ કિસાનોએ પ્રદર્શન કર્યા હતાં. અને અનેક જગ્યાઓ પરાલી સળગાવી હતી દરભંગામાં રાજના કાર્યકરોએ ભાૈંસો પર ચઢી કિસાન બિલનો વિરોધ કર્યો પાટનગર પટણામાં ભાજપ કચેરીની બહાર પ્રદર્શનકારીઓ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી કર્ણાટકમાં કિસાન એસોસિએશનથી જાેડાયેલ કર્ણાટક તમિલનાડુને જાેડતી હાઇવે પર જામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં.કર્ણાટકમાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
હરિયાણાના રોહતકમાં ચારેબાજુ હાઇવ પર જામ કરી દેવામાં આવ્યો હતો. તમિલનાડુમાં નેશનલ સાઉથ ઇન્ડિયન રિવર ઇટરલિંકિંગ ફાર્મર્સ એસોસિએશનના કિસાન ત્રિચી કલેકટર ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું. અહીં કિસાન માનવ ખોપડી ઝંઝીરો અને નર કંકાલ હાથમાં લઇને આવ્યા હતાં.HS