કિસાનો પોતાની માંગણીઓ પર અડગ, 10 પેજનો ડ્રાફ્ટ સોંપ્યો
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકાર અને કિસાનો વચ્ચે દિલ્હીમાં વાતચીત ચાલી રહી છે. જાણકારી પ્રમાણે કિસાનોએ 10 પેજનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી પણ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સરકાર અને કિસાનો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત ચાલી રહી છે. બેઠકમાં 40 સંગઠનોના કિસાન નેતા સામેલ છે.
સૂત્રોનું કહેવું છે કે વાતચીતમાં કિસાનોનું વલણ આક્રમક છે. કિસાન પોતાની માગ પર અડિગ છે. કિસાનોએ સરકારે આપેલા ભોજન લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો, અને તે પોતાનું ભોજન સાથે લઈને ગયા હતા. કિસાનોનું કહેવું છે કે તે સરકાર પાસે પોતાની માગને મનાવીને રહેશે.
મહત્વનું છે કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાનોના પ્રદર્શનનો આજે આઠમો દિવસ છે. સિંધુ, ટિકરી અને દિલ્હી-યૂપી સરહદ પર હજારોની સંખ્યામાં કિસાનો હાજર છે. વિરોધની લડાઈ હવે એવોર્ડ અને સન્માન વાપસી સુધી પહોંચી ગઈ છે.