કિસાનો માટે લંગરમાં રોજની ૩૫ હજાર રોટલીઓ અને સાત કિવંટલ ભાત બને છે
નવીદિલ્હી, કિસાનો દ્વારા આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કિસાનોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જાે કે કેટલાક કિસાનો કરિયાણુ લઇને પણ આવ્યા છે કિસાનો માટે તૈયાર તનારી શાકભાજી સીધી હરિયાણા અને પંજાબના ખેતરોી પહોંચી રહી છે દરરોજના હિસાબથી અલગ અલગ મેન્યુ તૈયાર કરવામાં આવ્યા છે.બપોરના ભોજનમાં શાકભાજી દાળ ભાત અને પનીરની શાકભાજી બનાવવામાં આવે છે.
પ્રદર્શનકારી કિસાનો ભલે જ પોતાના ઘરોથી દુર હોય પરંતુ તેમને ઘર જેવું જ ભોજન મળી રહ્યું છે.શરૂઆતી તબક્કામાં કિસાન સાથે મળી કામ કરી રહ્યાં હતાં પરંતુ હવે મશીનોની મદદથી ભોજન બનાવવામાં આવી રહ્યું છે. લંગરમાં રોટલી બનાવવી હોય કે ભાત હવે તમામ કામો માટે મશીન લગાવવામાં આવ્યા ચે. એક દિવસમાં લગભગ ૩૦ હજાર રોટલી તૈયાર થઇ જાય છે તે ઉપરાંત સાત કિવંટલ ભાત પણ રોજ તૈયાર કરવામાં આવે છે લંગરમાં તૈયાર થનાર પનીરની શાકભાજી અને ચણા કિસાનોની પસંદ બનેલ છે જયારે લંગરમાં રોજ બનાવવામાં આવનાર હજારો લોકોના ભોજનમાં સામગ્રી અને પૈસાનો કોઇ એક નિશ્ચિત સ્ત્રોત નથી કિસાનોના લંગરમાં રોજ ૪૫ હજાર કિસાન ભોજન લઇ રહ્યાં છે.
ગુરૂદાસપુરના એક ગુરૂદ્વારા દ્વારા લગાવવામાં આવેલ પ્રદર્શન સ્થળે સૌથી મોટું લંગર છે અહીં રોજ લગભગ ૪૫થી ૫૦ હજાર કિસાન ભોજન લે છે. લંગરના બાબા અમરીક સિંહે કહ્યું કે દરરોજ સવારે ૪ વાગે ચા બનાવવામાં આવે છે જે રાત સુધી ચાલે છે.ચામાં રોજ ૧૦૦ લીટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ નાસ્તામાં પકોડા તૈયાર કરવામાં આવે છે. તેમાં લગભગ ૫૦ કિલો બેસનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ બપોરનંું ભોજન તૈયાર કરવામાં આવે છે બપોરથી રાતના ૧૨ વાગ્યા સુધી કિસાન લંગર ખાય છે.
રોટલી બનાવવાની મસીન દ્વારા સાત કિલંટલ લોટમાં ૩૦ હજારથી વધુ રોટલી તૈયાર થાય છે. જયારે સાત કિવંટલ ભાત પણ તૈયાર થઇ જાય છે ભોજન બનાવવામા ંસરળતા રહે તે માટે અમે મશીનોની મદદ લીધી છે. એક કલાકમાં એક કિવંટન લોટની ૪ હજાર રોટીલી તૈયાર થઇ જાય છે.દાળ અને ભાત માટે અમે સ્ટીમર બાયલર લગાવી દીધુ છું.
માત્ર ૨૦થી ૨૫ મિનિટમાં બેથી અઢી હજાર લોકો માટે દાળ અને શાકભાજી પક્કર તૈયાર થઇ જાય છે.ભોજન માટે પૈસા અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે પૈસા કયાંથી આવી રહ્યાં છે અમને ખબર નથી લોક હીં પહોંચાડી રહ્યં છે અમે લોકોની સેવા કરી રહ્યાં છે.
સીમા પર વિરોધ પ્રદર્શન કરી રહેલ કિસાનોને વધતી ઠંડીથી બચવા માટે ગેસ હીટર લગાવાયા છે.આ ઉપરાંત કિસાનો તાપણાનો સહારો લઇ રહ્યાં છે.HS