કિસાન આંદોલનમાં ચીન પાકનો હાથ હોય તો સર્જિકલ સ્ટ્રાઇક કરો: રાઉત
નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે કિસાન આંદોલનમાં પાકિસ્તાન અને ચીનનો હાથ બતાવી ચારેબાજુથી ધેરાયા છે. તેમણે કહ્યું હતું કે દેશમાં ચાલી રહેલા કિસાન આંદોલનની પાછળ પડોલી દેશોનો હાથ છે આ નિવેદનને લઇ પહેલા શિવસેનાના નેતા અને રાજયસભાના સભ્ય સંજય રાઉતે અને હવે મહારાષ્ટ્રના મંત્રી બચ્ચુ કાડૂએ હુમલો કર્યો છે રાઉતે તો પાકિસ્તાન અને ચીનની વિરૂધ્ધ સર્જીકલ સ્ટ્રાઇકની સલાહ આપી દીધી છે.
રાઉતે કહ્યું કે જાે કેન્દ્રીય મંત્રીને માહિતી છે કે કિસાનોના આંદોલનની પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે તો રક્ષા મંત્રીને તાકિદે ચીન અને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરવો જાેઇએ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહ મંત્રી અને સશસ્ત્ર દળોના વડાઓએ આ મુદ્દા પર ગંભીરતાથી ચર્ચા કરવી જાેઇએ.
દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી બચ્ચુ કાડૂએ કેન્દ્રીય મંત્રીના નિવેદન પર કહ્યું કે ગત વાર જયારે તેમણે આવું નિવેદન આપ્યું હતું તો અમે તેમના ઘરનો ધેરાવો કર્ય હતો જયારે આવી સ્થિતિ છે કે અમે તેમના ઘરમાં ધુસવું પડશે અને તેમની પિટાઇ કરવી પડશે એ યાદ રહે કે જાલના જીલ્લાના બદનાપુર તાલુકામાં કોલ્ટે તકલી ખાતે એક આરોગ્ય કેન્દ્રના ઉદ્ધાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે જે આંદોલન ચાલી રહ્યું છે તે કિસાનોનું નહીં તેની પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે આ દેશમાં મુસલમાનોને પહેલા ઉશ્કેરવામાં આવ્યા હતાં.તેમને કહેવામાં આવ્યું હતું કે એનઆરસી આવી રહ્યું છે સીએએ આવી રહી છે અને છ મહીનામાં મુસલમાનોને આ દેશ છોડી દેવો પડશે શું એક પણ મુસ્લિમને દેશ છોડવો પડયો છે. તે પ્રયાસ નિષ્ફળ જતાં હવે કિસાનોને ઉશ્કેરવામાં આવે છે.HS