Western Times News

Gujarati News

કિસાન આંદોલન અનેક રાજયોમાં શાકભાજી દુધનો પુરવઠો અવરોધાયો

સોનીપત, કૃષિ કાનુનોના વિરોધમાં ગત બે દિવસથી કિસાન દિલ્હી જવા માટે નિકળ્યા છે જેથી નેસનલ હાઇવે ૪૪ પુરી રીતે ઠપ્પ થઇ ગયો છે. કેજેપી એએમપી એકસલપ્રેસ તે સહિત અન્ય માર્ગ પણ ઠપ્પ થઇ ગયા છે. તેને કારણે તમામ જગ્યાઓ પર લગભગ ત્રણ હજાર ટ્રક જામમાં ફસાઇ છે અને તેની લાંબી લાઇનો લાગી છે. તેનાથી દિલ્હી સહિત અનેક રાજયોમાં ફળ શાકભાજી અને અન્ય જરૂરી સામાનનો પુરવઠો અવરોધાયો છે.ફળ અને શાકભાજીની સાથે દુધ પણ નેશનલ હાઇવે ૪૪થી દિલ્હી પહોંચે છે અને તેનો સૌથી વધુ અસર દિલ્હીમાં પડતી જાેવા મળી રહી છે કિસાન આંદોલનને કારણે કાશ્મીર હિમાચલ અને પંજાબથી ફળોની સાથે જ શાકભાજી લઇ આવનારી ટ્રકો નેશનલ હાઇવે પર ઠપ્પ પડી છે.

નેશનલ હાઇવે ૪૪ને બંધ કરવાથી યુપી અને ઉત્તરાખંડથી સંપર્ક પણ અન્ય રાજયોથી તુટી ગયો કેજીપી અને કેએમપી પર પણ ટ્ર્‌કોના પૈડા અટકી ગયા તેનાથી રાજસ્થાન અને અન્ય પ્રદેશોનો સંપર્ક પણ તુટી ગયો છે આવામાં લગભગ ૩ હજાર ટ્રક હાઇવે પર પડી છે. હિમાચલના મંડીના ટ્રક ડ્રાઇવરો પંજાબના લુધિયાણાથી ટ્રકમાં બટાટા લઇને ડ્રાઇવરો નિકળ્યા હતાં જયારે પંજાબથી ટ્રકોમાં શાકભાજી પણ નિકળી હતી.આ તમામ ટ્રકો નેશનલ હાઇવે ૪૪ પર અટકી ગઇ છે.કેજીપી અને કેએમપીના ગોલ ચકકર પર લગભગ બે કિમી લાંબી ટ્રાફિક જામ હોવાની ટ્રકો અટવાઇ ગઇ છે. તેઓ ઉત્તરપ્રદેશ કે હરિયાણા કોઇ પણ તરફ જઇ શકતા નથી આ રીતે કિસાન આંદોલનને કારણે જરૂરી સામાનનો પુરવઠો અવરોધાઇ રહ્યો છે. કાશ્મીરથી સફરજનની ૬૦૦ ટ્રકો મંડી સુધી પહોંચી નથી ૬૦ લાખના સફરજન ખરાબ થઇ રહ્યાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.