કિસાન આંદોલન: પૂર્વ સૈનિકોએ પરેડ નિકાળી
નવીદિલ્હી, પંજાબ અને હરિયાણાના પૂર્વ સૈનિકોના સમૂહ સબકા સૈનિક સંધર્ષ કમિટિ દ્વારા ટીકરી સીમા પર પરેડ કાઢવામાં આવી હતી.આ ૨૬ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પ્રસંગ પર નિકળનારી કિસાનોની પરેડની ઝલક માત્ર હતી કિસાનોએ કહ્યું હતું કે ૨૩ જાન્યુઆરીએ દિલ્હીની તમામ સીમાઓ પર પરેડની સેમીફાઇનલ જાેવા મળશે અને ૨૬ જાન્યુઆરીએ પુરી તાકાત અને તૈયારીની સાથે ફાઇનલ થશે.
પૂર્વ સૈનિકોની પરેડનું નેતૃત્વ હરિયાણાના ચરખી દાદરી નિવાસી નાયક અજીત સિંહે કર્યું હતું તેઓ હાથમાં રાષ્ટ્ર ધ્વંજ તિરંગો હતો અને તેઓ સૌથી આગળ ચાલી રહ્યાં હતાં તેમની પાછળ તેમના બાકીના સાથી આ પરેડનો હિસ્સો હતાં રાજપુતાના રાયફલ્સથી સેવાનિવૃત થયેલ કપિલ ફોજીએ કહ્યું કે આ પરેડમાં ફકત જવાન સામેલ થયા હતાં અધિકારીઓને તેમાં સામેલ થવાની તક આપવામાં આવી ન હતી ટીકરી સીમા પર બનેલ સંયુકત કિસાન મોરચાના મંચથી લગભગ ૨૦૦ મીટર પાછળથી આ પરેડ ચાલુ થઇ હતી જેને પૂર્વ સૈનિકોએ મંચ પર જઇ સમાપ્ત કરી મંચ પર કિસાનોએ તેમનું સ્વાગત કર્યું સબકા સૈનિક સંધર્ષ કમિટિના રાષ્ટ્રીય સલાહકાર ગૌશલે કહ્યું કે આ ૨૬ જાન્યુઆરીએ થનાર પરેડની ઝલક છે.HS