Western Times News

Gujarati News

કિસાન આંદોલન બાબતે છોટુ વસાવાએ ટ્વિટ કરી રાજય સરકારને ચેતવણી આપી

છોટુ વસાવાએ ટ્વિટ માં જણાવ્યું કે રાકેશ ટિકેટ ને એક ખરોંચ પણ આવી તો આદિવાસી સમુદાય સડક પર ખુલ્લો વિરોધ કરશે.

વધુ એક ટ્વિટમાં તેમણે કોંગ્રેસ આઈ.ટી સેલ ને નિશાન બનાવી જણાવ્યું કે મોદીને ટ્રેન્ડ કરવાના બદલે દિલ્હીમાં બેઠેલા બધા નેતાઓએ કિસાનોની પરવા હોય તો આજે રાત્રે કિસાનો સાથે રહેવું જોઈએ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, : ૨૬મી જાન્યુઆરીના રોજ દિલ્હીના લાલ કિલ્લા ખાતે કિસાન પરેડ રેલીમાં કથિત કિસાનો દ્વારા લાલ કિલ્લામાં થયેલ તોડફોડ અને એક ચોક્કસ સંપ્રદાયના ધજા પતાકાને લહેરાવવાની ઘટના બાદ દિલ્હી પોલીસ હરકતમાં આવી હતી.સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

ત્યાર બાદ કિસાન નેતા રાકેશ ટીકેટ ની ધરપકડ માટે પોલીસનો કાફલો ગાજીપુર બોર્ડર પર ખડકી દેવામાં આવ્યો હતો.રાકેશ ટિકેટે ધરપકડ વહોરવાનુ કહયા બાદ તેમણે ધરપકડ નહીં આપે તેમ જણાવ્યું હતું અને સરકાર કિસાનો સાથે ખોટું વર્તન કરી રહી છે

તેમ કહી ભાવુક થઇ ગયા હતા. કિસાન આંદોલનની તરફેણમાં ભરૂચ જીલ્લા ના ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ એક ટ્વિટ કરી ગુજરાત સરકારને ચેતવણી આપી છે.તેમણે તેમના ટ્વિટમાં જણાવ્યું હતું કે “જો કિસાન મસિહા મહેન્દ્રસિંહ ટિકેટ ના પુત્ર રાકેશ ટીકેટ ને એક ખરોંચ પણ આવી તો આખો આદિવાસી સમુદાય સડકો પર ખુલ્લો વિરોધ કરશે એવી સરકારને ચેતવણી છે અને આંદોલન ક્યારે પણ ગુજરાતમાં શરૂ થઈ શકે છે.”

કિસાન આંદોલનની તરફેણમાં બીજી એક ટ્વિટમાં તેમણે કોંગ્રેસને આઈટી સેલ ને આડેહાથે લીધી હતી અને ટ્વિટ કર્યું હતું કે “કોંગ્રેસ આઈ.ટી સેલ મોદીને ટ્રેન્ડ કરવા લાગી છે તેના કરતા દિલ્હીમાં બેઠેલા બધા નેતાઓને કહેવું જોઈએ કે આજે રાત્રે કિસાનોની સાથે ઉભા રહો જો તમને ખરેખર કિસાનોની પરવા હોય તો” તેવુ ટ્વિટ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ કરેલ બે અલગ ટ્વિટના કારણે રાજકારણ ગરમાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.