કિસાન પંચાયત ૧૩ એપ્રિલે જંતર મંતર ઉપર સત્યાગ્રહ કરશે
જયપુર: કિસાન મહાપંચાયત આગામી ૧૩ એપ્રિલે નવીદિલ્હીમાં જંતર મંતર પર સત્યાગ્રહ કરશે મહાપંચાયતના રાષ્ટ્રીય અધ્યક્ષ રામપાલ જાટે કહ્યું કે સત્યાગ્રહ પહેલા પ્રદેસના તમામ જીલ્લા સીકર દુદુ પાલી ચિતૌડ સવાઇ માધોપુર અને ભરતપુર વગેરેમાં સત્યાગહિયોની કાર્યશાળાઓ આયોજીત કરવામાં આવશે. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીની દાંડી માર્ચથી પ્રેરણા લઇ મહાપંચાયતે સત્યાગ્રહ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે કારણ કે કિસાન હિતો માટે લોકપ્રિયતાનો મોહ છોડી સત્યાગ્રહ પર ચાલવાથી જ સમાધાન સંભવ છે.
તેમણે કહ્યું કે સરકારની સંવેદના જગાડવા,શાસન કરી રહેલા લોકોની આત્માઓને જાગૃત કરવા માટે સત્યાગ્રહમાં નિયમિત પ્રાર્થના સભા ઉપવાસ ધરણા પ્રદર્શન વગેરે શાંતિપૂર્ણ રીતે કરવામાં આવશે તેમણે કહ્યું કે ૧૦ વર્ષ પબેલા પણ જયપુરના દુદુથી ન્યુનતમ સમર્થન મૂલ્ય પર ખરીદ માટે આંદોલન કરવામાં આવ્યું હતું.
આ ક્રમમાં કિસાનોની સુનિશ્ચિત આવક અને મૂલ્ય અધિકાર વિધેયક ૨૦૧૨નું પ્રારૂપ તૈયાર થયું હતું તેના આધાર પર ૮ ઓગષ્ટે ૨૦૧૪ના રોજ એક ખાનગી વિધેયકને લોકસભામાં સર્વસમ્મત રીતે વિચારાર્થે સ્વીકાર કરવામાં આવ્યું હતું ૨૫ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ વડાપ્રધાન કાર્યાલયમાં ન્યુનતમ સમર્થન મૂલ્યની ખરીદ પર દેરંટીનું કાનુન બનાવવા પર સહમતિ થઇ હતી કિસાન સંગઠનોના સમૂહ બનવાનો પ્રારંભ થયો હતો ૫ જુને કેન્દ્ર સરકારે એક રાષ્ટ્ર એક બજારના નામ પર ત્રણ નવા કાનુન લાગુ કરી દીધા છે જેના વિરોધમાં એતિહાસિક આંદોલન ચાલી રહ્યું છે.