Western Times News

Gujarati News

કિસાન માનધન યોજનામાં ખેડૂતોને વર્ષે ૩૬૦૦૦ મળશે

નવી દિલ્હી, પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થિઓ માટે હાલ એક ખુશખબર સામે આવી છે. ખેડૂતોને આ યોજના હેઠળ દર મહિને ૩૦૦૦ રૂપિયા મળી શકે છે અને તેના માટે તેમને કોઈ જરૂરી દસ્તાવેજ પણ આપવાની જરૂર નથી. પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી ખેડૂતોને ૨૦૦૦ના ત્રણ હપ્તા એટલે કે વર્ષે ૬૦૦૦ રૂપિયા મળે છે.

પરંતુ આ યોજના હેઠળ હવે તમને વર્ષે ૩૬૦૦૦ રૂપિયા મળી શકે છે. પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત ખેડૂતોને દર મહીને પેન્શન આપવામાં આવે છે. આ યોજના હેઠળ ૬૦ વર્ષની ઉંમર પછી દર મહીને ૩૦૦૦ રૂપિયા એટલે કે વર્ષે ૩૬૦૦૦ રૂપિયા ખેડૂતોને પેન્શન આપવામાં આવે છે.

જાેકે, મોદી સરકાર ખેડૂતોને આર્થિક મદદ માટે આ રકમ આપે છે. કેવી રીતે આ યોજનામાં સામાન્ય પૈસા જમા કરીને ગેરંટી પેન્શન મેળવી શકાય. એ જાણવું ખેડૂતો માટે ઉપયોગી બનશે.

કેન્દ્ર સરકાર તરફથી ચલાવવામાં આવી રહેલી આ યોજનાનો લાભ લેવા માટે તમારે અમુક ડોક્યુમેન્ટ્‌સની જરૂર પડશે. જેમાં આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ ડિટેલ વગેરે… પરંતુ જાે તમે પીએમ કિસાનનો ફાયદો લઈ રહ્યા છો તો તેના માટે તમારે કોઈ પણ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર પડશે નહીં. આ યોજનામાં ૧૮ વર્ષથી લઈને ૪૦ વર્ષ સુધીના ખેડૂત રોકાણ કરી શકે છે. તેમાં ઉંમરના હિસાબે રોકાણની રકમ નક્કી કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ ૧૮થી ૪૦ વર્ષ સુધીના કોઈ પણ ખેડૂત લઈ શકે છે. તેના માટે સૌથી વધુ ૨ હેક્ટર સુધીની જ ખેતીલાયક જમીન હોવી જાેઈએ. તેમાં ઓછામાં ઓછા ૨૦ વર્ષ અને સૌથી વધુ ૪૦ વર્ષ સુધી ખેડૂતોને ૫૫ રૂપિયાથી ૨૦૦ રૂપિયા સુધીમાં માસિક રોકાણ કરવાનું રહેશે, જે ખેડૂતના ઉંમર પર ર્નિભર છે. ૧૮ વર્ષની ઉંમરથી જાેડાનારા ખેડૂતોને માસિક ૫૫ રૂપિયા આપવા પડશે. જાે કોઈ ખેડૂતની ઉંમર ૩૦ વર્ષ છે તો તેમને ૧૧૦ રૂપિયા જમા કરવાના રહેશે. જાે તમે ૪૦ની ઉંમરમાં જાેડાશો તો દર મહીને ૨૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.