કિસ કરવા જતાં કૂતરાએ મહિલાનો હોઠ કરડી ખાધો
વાશિંગ્ટન, જાનવર ક્યારે કેવા પ્રકારનું વર્તન કરે તેના વિશે કંઈ કહી જ ના શકાય. કૂતરાઓને ખૂબ જ વફાદાર અને માનવના મિત્ર માનવામાં આવે છે. અંતે કૂતરું છે તો એક જાનવર જ. ક્યારે જાનવરનું વર્તન બદલાઈ જાય તેનો અંદાજાે લગાવવો સરળ નથી. જાે સહેજ પણ લાપરવાહી વર્તવામાં આવે તો, તેની મોંઘી કિંમત ચૂકવવી પડે છે.
અમેરિકાની મારિયે સાથે પણ આ પ્રકારની જ ઘટના સર્જાઈ છે. મહિલાએ તેના મિત્રના કૂતરાને વ્હાલ કરવા માટે ચહેરો કૂતરા પાસે લઈ ગઈ હતી. પરંતુ તેની આ એક હરકત તેને ખૂબ જ મોંઘી પડી ગઈ છે. વિગતો અનુસાર ૪૮ વર્ષીય મારિયેના મિત્રના ઘરની બહાર કૂતરાએ મારિયે પર હુમલો કર્યો હતો. તે કૂતરાને કિસ માટે નીચે તરફ વળી હતી.
કૂતરાએ અચાનક જ મારિયાના હોઠ પર બચકું ભરી લીધું અને તેના હોઠ કાપીને અલગ કરી દીધા. આ દુર્ઘટના બાદ મારિયે ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી. આ ઘટનાના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. કૂતરાએ મારિયે પર હુમલો કરીને આખો ચહેરો બગાડી નાખ્યો હતો. મહિલાના હોઠ પર બચકું ભર્યું અને અને તેનો ચહેરો બગાડી નાખ્યો હતો.
આ ઘટના બાદ મારિયેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી અને પ્લાસ્ટિક સર્જરીથી તેનો ચહેરો સુધારવાની કોશિશ કરવામાં આવી. પ્લાસ્ટિક સર્જરી કરી હોવા છતાં, તેનો ચહેરો યોગ્ય રીતે સુધારી શકાયો નથી. મહિલાનો ઉપરનો હોઠ કપાઈને અલગ થઈ ગયો હતો.
આ ઘટના સર્જાઈ તે સમયે તેની બહેન પણ ત્યાં હાજર હતી. મારિયેએ જણાવ્યું કે, તે કૂતરાની નસ્લ ઓળખી શકી ન હતી. હવે તેનો ઈલાજ પૂર્ણ થઈ ગયો છે. જ્યારે પણ મારિયે કૂતરાને જાેવે છે, ત્યારે તેને પેનિક અટેક આવે છે. મારિયેના ઈલાજમાં અત્યાર સુધી સાડા સાત લાખ રૂપિયા ખર્ચાઈ ગયા છે. મારિયેની ફેમિલી ફંડ રેજિંગની મદદથી આગળના ઈલાજ માટે પૈસા એકત્ર કરી રહી છે. જેનાથી મારિયેની સર્જરી કરવામાં આવશે.SSS