Western Times News

Gujarati News

સિધ્ધપુર ખાતે માતૃવંદના કાર્યક્રમ સમાપનઃ કીંજલ દવે અને લોકગાયક જીજ્ઞેશ બારોટે શ્રોતાઓના મન મોહી લીધાં

પાટણ: પાટણ જિલ્લાના માતૃતર્પણ તીર્થક્ષેત્ર સિધ્ધપુર ખાતે માતૃવંદના મહોત્સવના સમાપન દિવસે સુપ્રસિધ્ધ ગુજરાતનું ગૈારવ અને સુપસિધ્ધ લોકગાયીકા કીંજલ દવે એ શ્રોતાઓને આફ્રિન કરી દીધા હતા. અને સુપસિધ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેતા અને લોકગાયક જીજ્ઞેશ બારોટ(કવિરાજ)એ શ્રોતાઓને આનંદ વિભોર ખુશ-ખુશાલ કરી દીધા હતા. જિલ્લા વહીવટી તંત્રના પાટણના સાર્થકપ્રયાસોથી માતૃવંદના મહોત્સવને યાદગાર બનાવ્યો હતો. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલાકારોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આપ્રસંગેપાટણજિલ્લાનાપ્રભારીમંત્રીશ્રીવાસણભાઇઆહીરેજણાવ્યુંહતુંકે, સિધ્ધપુર તીર્થક્ષેત્ર માતૃતર્પણ તીર્થના વિકાસ માટે રાજય સરકારે પુરતા પ્રયાસો કર્યા છે. આ ઐતિહાસિક સ્થળને ઉજાગર કરવા રાજય સરકાર દર વર્ષે માતૃવંદના કાર્યક્રમ યોજે છે.દર વર્ષ  માતૃતર્પણમાટે સમગ્ર ભારતમાંથી શ્રધ્ધાળુઓ બિંદુ સરોવર ખાતે આવી માતૃશ્રાધ્ધ વિધી સંપન કરે છેસમગ્ર ભારત વર્ષનું એકમાત્ર માતૃતર્પણ તીર્થ સિધ્ધપુરનું બિંદુ સરોવર છે.

આમાતૃવંદનાકાર્યક્રમમાંજિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જણાાવ્યું  કે સિધ્ધ્પુરને જનની જન્મ ભૂમિનું સ્થાન આપવામાં આવેલ છે. માતાનું સ્થાન સ્વર્ગ કરતાં ઉંચું ગણવામાં આવ્યું છે.ઇશ્વરે આ જોઇ માતાનું સર્જન કયું હશે. માતા અનેક નામોથી જાણીતી છે. તેના મા બહેન,પત્નિ જેવા સ્વરૂપોમાં દર્શન થાય છે. સિધ્ધપુર સામરર્થવાન અને કપિલ મુનિશ્રી જેવા રૂષિઓની આ ખમીરવંતી પ્રજાનું ક્ષેત્ર છે. સરસ્વતી નદી લુપ્ત થયેલ નથી જે પ્રજાના રકત અને સંસ્કારોમાં વહી રહી છે. સિધ્ધપુર પ્રવાસન સ્થળ તરીકે પણ ખ્યાતનામ થયેલ છે.

સ્વાગત પ્રવચનઅને સંકલન રમત-ગમત અધિકારીશ્રી વિરેન્દ્ર પટેલકર્યુંહતું. આભારવિધિ પ્રાંતઓફિસરશ્રીજયેશ તુવરએ કરી હતી. આ કાર્યક્રમમાં પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન જજશ્રી બી.એસ ઉપાધ્યાય, ત્રીજા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન જજશ્રી એ.કે શાહ,  જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ,જિલ્લા સંગઠનના મોહનભાઇ પટેલ સિધ્ધપુરનગરપાલિકાનાપ્રમુખવર્ષાબેનપંડયા, ઉપપ્રમુખશ્રી શંભુભાઇ દેસાઇ, મનીષભાઇ પંડયા, નિવાસી અધિક કલેકટરશ્રી બી.જી.પ્રજાપતિ, કલાકારો,અધિકારીઓ,કર્મચારીઓ,નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિતરહ્યાહતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.