કીડીખાઉં તસ્કરી રેકેટના તાર ગુજરાત અને મુંબઈ સુધી જોડાયેલા છે …!!:
બંને કીડીખાઉંને અગ્નીદાહ અપાયો,આરોપીને ભિલોડા કોર્ટમાં રજુ કરાયો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી વનવિભાગ તંત્રેએ રતનપુર ચેકપોસ્ટ નજીકથી સેન્ટ્રો કારમાંથી બે મૃતક કીડીખાઉ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો. સેન્ટ્રો કારમાં રહેલા અન્ય બે શખ્શો વનવિભાગની ટીમને ચકમો આપી ફરાર થઈ ગયા કીડીખાઉની તસ્કરીમાં આંતરરાજ્ય રેકેટ ચાલતું હોવાની સાથે કીડીખાઉને ખરીદનાર ટ્રેડરને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
જોકે શામળાજી વન વિભાગ ની ટીમ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સેન્ટ્રો કારમાંથી ઝડપાયેલા ઉત્તરાખંડના મોં.નદીમ નામના શખ્શની વનવિભાગની ટીમ સઘન પૂછપરછ કરી હતી શનિવારે વનવિભાગ તંત્રના અધિકારીઓએ બંને મૃતક કીડીખાઉનાં મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો મોં.નદીમને ભિલોડા કોર્ટમાં રજુ કરી ૭ દિવસના રિમાંડ માંગવામાં આવ્યા છે
વનવિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર સેન્ટ્રો કારમાં કીડીખાઉં સાથે પસાર થઇ રહેલા ત્રણ શખ્સોમાંથી બે શખ્શો ફરાર થઈ જતા વનવિભાગની ટીમે બંને શખ્શોને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે કીડીખાઉં તસ્કરી રેકેટની તપાસમાં વાઈલ્ડલાઈફ ગાંધીનગર અને વનવિભાગ તંત્રની ટીમો જોતરાઈ છે
પ્રાથમિક તપાસમાં ઉત્તર ભારતના રાજ્યોમાં સુનિયોજિત રીતે કીડીખાઉનો ગેરકાયદેસર શિકાર કરી તેની તસ્કરી કરવામાં આવી રહી છે અને ગુજરાત તેમજ મુંબઈના વેપારીઓ ખુબ ઉંચા ભાવે કીડીખાઉની ખરીદી કરી ચીન સહીત અન્ય દેશોમાં મોકલવામાં આવતું હોવાની અને આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આગામી સમયમાં કીડીખાઉની તસ્કરીમાં ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક શખ્શોના નામ ખુલે તો નવાઈ નહિ….!!