કીર્તિ કુલ્હારી પતિ સાહિલ સેહગલથી અલગ થઈ ગઈ
કીર્તિની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઈન્ડસ્ટ્રીના કેટલાક ફ્રેન્ડેસે તેને આ સમયમાં મજબૂત રહેવાની હિંમત આપી હતી
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કીર્તિ કુલ્હારી તેના પતિ સાહિલ સેહગલથી અલગ થઈ ગઈ છે અને આ વાતની માહિતી તેણે સોશિયલ મીડિયા પર આપી છે. એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે, સેપરેશન પેપર પર નહીં પરંતુ જીવનમાંથી છે. તેણે તેવી પણ સ્પષ્ટતા કરી કે, તે આ અંગે આગળ કોઈ ટિપ્પણી કરશે નહીં.
ઉલ્લેખનીય છે કે, એક્ટ્રેસના લગ્ન ૨૦૧૬માં થયા હતા. એક્ટ્રેસે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, દરેકને જણાવવા માટે અહીં લખી રહી છું કે, મારા પતિ સાહિલ અને મેં અલગ થવાનો ર્નિણય લીધો છે. પેપર પર નહીં, પરંતુ જીવનમાં. કોઈની સાથે રહેવા કરતાં આ ર્નિણય લેવો વધારે અઘરો છે. કારણકે તમે જેમને પ્રેમ કરો છો અને કાળજી રાખો છો તે સૌ તમારા સંગાથને ઉજવે છે અને કોઈની સાથે ન રહેવાનો ર્નિણય તે જ લોકો માટે ઘણું દુઃખ અને પીડા લઈને આવે છે.
તે સરળ નથી. સમજાે કે તે સરળ નથી. પરંતુ જે છે તે છે. તે તમામ માટે જેઓ મારી કાળજી રાખે છે, હું સારી જગ્યાએ છું. આશા છે કે જેઓ મારા જીવનમાં મહત્વના છે તેઓ પણ હશે. આગળ આ અંગે ટિપ્પણી નહીં કરું…હંમેશા…??-કીર્તિ કુલ્હારી’. કીર્તિ કુલ્હારીની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઈન્ડસ્ટ્રીના કેટલાક ફ્રેન્ડેસે તેને આ સમયમાં મજબૂત રહેવાની હિંમત આપી છે.
અમૃતા પુરીએ લખ્યું છે કે, પબ્લિક પ્લેટફોર્મ પર આટલું પ્રામાણિક બનવું તે બહાદુરીની વાત છે. તો દિવ્યા દત્તાએ કીર્તિને વર્ચ્યુઅલ હગ મોકલ્યું છે. સ્ટાઈલિસ્ટ આસ્થા શર્માએ લખ્યું છે કે, તને ખૂબ બધો પ્રેમ અને હગ. ફોર મોર શોટ્સ પ્લીઝ’માં કીર્તિની કો-એક્ટ્રેસ રહી ચૂકેલી સયાની ગુપ્તાનું કહેવું છે કે, તને ખબર છે કે, અમે તારી સાઈડ છીએ. તેણે કહ્યું હતું કે, મારા લગ્ન થઈ ગયા છે તેના વિશે મીડિયાને પણ ઘણા સમય સુધી જાણ નહોતી.
અને એવું બની શકે કારણ કે, હું એટલી મોટી સ્ટાર નથી કે લોકોને હું પરિણીત છું કે નહીં તે જાણવામાં રસ હોય. ફિલ્મ પિંક બાદ મને ઘણી નામના મળી અને પિંકના ૩-૪ મહિના પહેલા જ મેં લગ્ન કર્યા હતા. આ સિવાય હું તેમાંથી એક છું જેને પર્સનલ લાઈફ વિશે જાહેરમાં વાત કરવામાં રસ નથી.
પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, કીર્તિ કુલ્હારી પિંક સિવાય મિશન મંગલ, બ્લેક મેલ, ઉરી, ઈંદુ સરકાર, શૈતાન તેમજ ધ ગર્લ ઓન ધ ટ્રેન જેવી ફિલ્મોમાં જાેવા મળી હતી.