કુંડલધામના સ્વામી જ્ઞાનજીવનદાસજી ને વધુ એકવાર ગિનિસ વર્લ્ડ એવોર્ડમાં સ્થાન મળ્યું
વડોદરા, શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ (ગુજરાત)એ ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ‘કુંડલધામમાં અક્ષરધામ’ નામ હેઠળ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭૦૯૦ સ્વરૂપોના અભૂતપૂર્વ દર્શન કર્યા. મહત્વનું છે કે, આ “કુંડલધામ મેં અક્ષરધામ” ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.
આ રેકોર્ડ માટે, આ પ્રસંગના પ્રેરણાદાયી પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીના પ્રતિનિધિ, તેમના સંતોને ૨૯ મી જાન્યુઆરીએ મુંબઈ ખાતે આ એવોર્ડ આપવામાં આપવા માં આવ્યો હતો..
સ્વામિનારાયણ ભગવાનના હજારો સ્વરૂપોના આ અનોખા સંગમનું આયોજન ૧૮ મી ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ગુજરાતના કુંડલધામ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના વિકાસ અને ભગવાનની ઉપાસનાના પ્રસાર માટે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું નામ ‘કુંડલધામમાં અક્ષરધામ’ હતું, જેનું અવલોકન કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડે તેને વિશ્વવિક્રમ તરીકે નોંધવામાં આવ્યું છે. પૂજ્ય સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજીની પ્રેરણાથી નિર્મિત ભગવાનની લાખો મૂર્તિઓ વિશ્વભરના ઘરોમાં બિરાજમાન છે.
ભગવાનની આ સુંદર મૂર્તિઓને જાેઈને લોકો એ મૂર્તિઓને હ્રદયમાં વસાવે જેથી દરેક વ્યક્તિનું મન મંદિર બની જાય, તેવો સ્વામીજીનો હેતુ છે. આ વિશ્વ વિક્રમ કાર્યક્રમ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય, હિંદુ પરંપરા અને ભારતીય સંસ્કૃતિની સુવાસ સમગ્ર વિશ્વમાં પ્રસરી શકે તે માટે કાર્ય સિદ્ધ કરવામાં આવ્યું છે.
આ પહેલા ગિનિસ બુક ઓફ ના ૨ રેકોર્ડ, લીમકા બુક ઓફ ના ૨ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ ના ૩ રેકોર્ડ, એશિયા બુક ઓફ ના ૪ રેકોર્ડ ના એવોર્ડ મળી ચુક્યા છે. આ એવોર્ડ માં વધુ એક કલગી નો ઉમેરો થયો છે.