કુંડલી ભાગ્યની અભિનેત્રી ઈશા આનંદ શર્મા પ્રેગ્નેન્ટ છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Isha-Anand-Sharma.jpg)
મુંબઈ: આ વર્ષના જૂન મહિનામાં વતન રાજસ્થાનમાં પાયલોટ વાસદેવ સિંહ જાસરોટિયા સાથે પરણનારી ઈશા આનંદ શર્મા મમ્મી બનવાની છે. જણાવી દઈએ કે, વેડિંગ રજિસ્ટ્રેશન કરાવ્યાના ત્રણ મહિના બાદ ઈશાએ સાત ફેરા લીધા હતા. એક્ટ્રેસ તેના બીજા ટ્રિમેસ્ટરમાં છે. વાતચીત કરતાં આનંદિત ઈશાએ જણાવ્યું કે ‘હાલ પાંચમો મહિનો ચાલી રહ્યો છે અને ડ્યૂ ડેટ ડિસેમ્બરમાં છે. અમારા પરિવારને નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટુ કારણ મળી રહેશે. ભગવાને અમને આશીર્વાદ આપ્યા છે અને ગર્ભમાં રહેલા બાળક કરતાં વધારે મહત્વનું કંઈ નથી. મેં સાંભળ્યું છે
માતા બનવાની જર્ની સરળ નથી. હું સંમત છું, પરંતુ આ સાથે તે એક મહિલાના જીવનનું સૌથી મહત્વનું પ્રકરણ છે. તેણે ઉમેર્યું કે, માતૃત્વ માણવાનું પ્રથમ પગલું છે સ્વીકૃતિ. મેં સ્વીકારી લીધું છે કે હું ટૂંક સમયમાં માતા બનવાની છું અને બાબતો પહેલા જેવી નહીં રહે. પરંતુ અંતે તો તે ઈચ્છા જાેગ છે. હા, મારું શરીર રોજ બદલાઈ રહ્યું છે. તે મોટુ થઈ રહ્યું છે, પરંતુ હવે હું તેની સાથે કમ્ફર્ટેબલ છું. શરુઆતમાં આ પરિવર્તન સાથે ગોઠવામાં સમય લાગ્યો કારણ કે તે મારા માટે નવો અનુભવ હતો.
હું સ્ટ્રેચ માર્ક્સને લઈને ચિંતા કરતી હતી. મને ચિંતા થતી હતી કે હું મારા મૂળ શેપ પર અને કરિયર પર પાછી ફરી શકીશ કે નહીં. જાે કે, સમય જતાં મને સમજાયું કે, બાકી બધું ગૌણ છે અને હાલ હું જે અનુભવી રહી છું તે મારા જીવનનો સૌથી સુંદર તબક્કો છે. કામચલાઉ બાબતોથી ગભરાવવાના બદલે તેને આનંદથી સ્વીકારવું જાેઈએ. કુંડલી ભાગ્ય અને છોટી સરદારણી જેવા શોમાં જાેવા મળી ચૂકેલી એક્ટ્રેસે જણાવ્યું કે, તેનો પતિ તેનો સૌથી મોટો સપોર્ટ રહ્યો છે. ‘તે રિસર્ચ કરતો રહે છે અને અગત્યની માહિતી મારી પાસેથી લેતો રહે છે. તે મને કહે છે કે પ્રેગ્નેન્સીના કારણે વજન વધ્યા બાદ હું વધારે સુંદર લાગુ છું. અત્યારસુધીમાં ૧૫ કિલો વધી ગયું છે.