Western Times News

Gujarati News

કુંડલી ભાગ્યની અભિનેત્રી પૂજા બેનર્જી પ્રેગ્નેન્ટ છે

મુંબઈ, કુમકુમ ભાગ્યમાં જાેવા મળેલી રહેલી એક્ટ્રેસ પૂજા બેનર્જી પ્રેગ્નેન્ટ છે. તે હાલ સેકન્ડ ટ્રીમેસ્ટરમાં છે અને ડ્યૂ ડેટ આવતા વર્ષના માર્ચ મહિનાની છે. એક્ટ્રેસે જણાવ્યું હતું તે, તે અને તેનો પતિ સંદીપ સેજવાલ, કે જે ઓલિમ્પિક સ્વિમર છે, તેમણે ગયા વર્ષે પરિવારને આગળ વધારવાનું નક્કી કર્યું હતું. જાે કે, કપલને ક્યાંકને ક્યાંક તો એવી જાણ હતી કે ગુડ ન્યૂઝ તેમને અનઅપેક્ષત રીતે મળશે.

પૂજા બેનર્જીએ જણાવ્યું હતું કે હું અને સંદીપ ૨૦૨૦માં બાળક કન્સીવ કરવા ઈચ્છતા હતા, પરંતુ ૨૦૧૯માં નચ બલિયેના સેટ પર મારો અકસ્માત થતાં અમે પ્લાનને હોલ્ડ પર મૂક્યો હતો. જાે કે, જ્યારે બીજુ લોકડાઉન થયું ત્યારે, મને અહેસાસ થયો કે આ તો ચાલતું રહેશે.

અમે તેમા વિલંબ ન કરવાનું નક્કી કર્યું હતું કારણ કે અમે મોટી ઉંમરે માતા-પિતા બનવા નહોતા માગતા. મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકાયો હોવાના કારણે આશરે બે મહિના સુધી ઘરથી દૂર રહીને શોનું શૂટિંગ કરી રહી હોવાથી આવતા વર્ષે બેબી પ્લાનિંગનું વિચાર્યું હતું.

ટીવી શોના સેટ પર એક્ટ્રેસને પ્રેગ્નેન્સીની જાણ થઈ હતી. તેણે કહ્યું હતું કે મને કંઈક ઠીક ન હોવાનું લાગતું હતું. તેથી શૂટ પર જતા પહેલા એક દિવસ મેં બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો. સાંજે આશરે ૪ કલાકે મારા હાથમાં રિપોર્ટ આવ્યો હતો, જેમાં હું પ્રેગ્નેન્ટ હોવાનું લખ્યું હતું. મેં તે દિવસે સંદીપને મને લેવા માટે આવવા કહ્યું હતું, કારણ કે ફોન પર તેને હું આ ન્યૂઝ આપવા માગતી નહોતી.

જ્યારે તેને આ વાતની જાણ થઈ ત્યારે તે નાચવા લાગ્યો હતો. અમારા ઘરે દીકરી જન્મે તેવું અમે ઈચ્છીએ છીએ. હું તેને તૈયાર કરવા અને સારા સ્વિમિંગ કોસ્ચ્યૂમ પહેરાવવા ઈચ્છું છું. કામમાંથી બ્રેક લેવા વિશે પૂછતાં તેણે આ અંગે હજી કંઈ વિચાર્યું ન હોવાનું જણાવ્યું હતું. તેણે ઉમર્યું હતું ‘શરૂઆતમાં ચક્કર અને ઉલ્ટીના કારણે મને થોડી તકલીફ પડતી હતી.

તેથી, મેં એક ઓપ્શન સાથે મેકર્સનો સંપર્ક કર્યો હતો કે જાે તેમના માટે મુશ્કેલ બની રહ્યું હોય તો તેઓ મને છુટ્ટી કરી શકે છે. કારણ કે, હું કોઈપણ રીતે બે મહિનામાં શો છોડવાનું વિચારી રહી હોત અને તેઓ મને રિપ્લેસ કરી શક્યા હોત. જાે કે, તેમણે મને કહ્યું હતું કે તેઓ મને શોમાં રાખવા માગે છે અને ડિલિવરી બાદ શૂટિંગ ક્યારે શરૂ કરીશ તેમ પણ પૂછ્યું હતું. ભવિષ્યમાં શું થશે તેની ખબર નથી પરંતુ તેને હજી સમય છે. યુનિટ મારી જરૂર અને અનુકૂળતા પ્રમાણે કામ કરે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.