Western Times News

Gujarati News

કુંદ્રાએ શિલ્પાના નામે કર્યો બંગલો અને એપાર્ટમેન્ટ

મુંબઇ, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, રાજ કુંદ્રા જે બિઝનેસમેન છે તેણે જૂહુમાં આવેલા એપાર્ટમેન્ટ અને ઘરની માલિકી પત્ની શિલ્પા શેટ્ટીને આપી છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, બિઝનેસમેન, કે જેની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ થયા બાદ જામીન પર મુક્તિ થઈ હતી, તેણે તેની એક્ટ્રેસ-પત્નીના નામે ૩૮.૫ કરોડ રૂપિયાની પ્રોપર્ટી કરી દીધી છે.

એક્સેસ કરાયેલા ડોક્યુમેન્ટ્‌સ દર્શાવે છે કે, રાજ કુંદ્રાએ પાંચ ફ્લેટવાળા આખા ફર્સ્‌ટ ફ્લોર તેમજ સી-ફેસિંગ જૂહુ બંગલોને પત્નીના નામે કર્યો છે. જ્યાં રાજ કુંદ્રા હાલ તેના પરિવાર સાથે રહે છે.

બીજી કરફ શિલ્પા શેટ્ટીએ ૫,૯૯૫ સ્ક્વેર ફીટ ઘરના ટ્રાન્સફર માટે ૧.૯ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરી હતી. ડોક્યુમેન્ટ્‌સ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ રજિસ્ટ્રર કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે, ટ્રાન્સફર હાલના માર્કેટ રેટના આધારે કરવામાં આવ્યું હતું, જેની અંદાજે કિંમત ૬૫ હજાર પ્રતિ સ્ક્વેર ફીટ છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની વાત કરીએ તો, બંને ૨૨ જાન્યુઆરી, ૨૦૦૯માં લગ્નના બંધનમાં બંધાયા હતા. ૨૧ મે, ૨૦૧૨ના રોજ શિલ્પા શેટ્ટીએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૦માં કપલ ફરીથી સરોગસી દ્વારા દીકરીના માતા-પિતા બન્યા હતા, જેનુ નામ સમીષા પાડ્યું છે.

પોર્ન ફિલ્મ બનાવવા અને તેને એપ પર પ્રસારિત કરવાના કેસમાં રાજ કુંદ્રાની ૧૯ જુલાઈ, ૨૦૨૧માં ધરપકડ કરવામાં આવી હતી. આશરે બે મહિના સુધી જેલમાં રહ્યા બાદ સપ્ટેમ્બરમાં તે જામીન પર મુક્ત થયો હતો. આ દરમિયાન પૂનમ પાંડે અને શર્લિન ચોપરાએ તેના પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ રાજ કુંદ્રા જાહેરમાં ખૂબ ઓછો જાેવા મળી રહ્યો છે.

અગાઉ પોર્નોગ્રાફી કેસમાં પ્રતિક્રિયા આપતા રાજ કુંદ્રાએ કહ્યું હતું કે, મને અને કેસને લગતા અનેક ગેરમાર્ગે દોરતા નિવેદનો અને આર્ટિકલ બહાર આવી રહ્યા છે. આ તમામ બાબતો પર ચિંતન કરતા મને સમજાયું કે મારા મૌનને મારી નબળાઈ માનવામાં આવે છે.

સૌથી પહેલા તો હું કહેવા માંગીશ કે હું ક્યારેય જીવનમાં પોર્નોગ્રાફીના પ્રોડક્શન અને વિતરણ સાથે સંકળાયેલો નહોતો. કેસ હજી પણ ચાલી રહ્યો છે માટે હું વધારે ખુલાસા નહીં કરી શકુ. પરંતુ દુર્ભાગ્યવશ મારા પરિવાર અને મીડિયાએ મને ગુનેગાર માની લીધો હતો અને મારે ઘણી પીડાનો સામનો કરવો પડ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.