કુંદ્રા સાથે પોર્નોગ્રાફી રેકેટમાં ઇંગ્લેન્ડની એક ફર્મ પણ સામેલ
મુંબઇ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. રાજ પર પોર્ન વીડિયો બનાવવાનો તથા એપના માધ્યમથી અપલોડ કરવાનો આક્ષેપ છે. તપાસમાં એ વાત સામે આવી કે આ પોર્નોગ્રાફી રેકેટમાં ઇંગ્લેન્ડની એક ફર્મ પણ સામેલ છે. આ ફર્મના ડિરેક્ટર પ્રદીપ બક્ષી છે.
ક્રાઇમ બ્રાંચના સોર્સ પ્રમાણે, રાજ કુંદ્રા ઇંગ્લેન્ડના રહેવાસી પ્રદીપ બક્ષી સાથે કામ કરે છે. ૪૩ વર્ષીય પ્રદીપ તથા રાજ કુંદ્રા રિલેટીવ છે અને પિતરાઇ ભાઈ છે. તે ઇંગ્લેન્ડ બેઝ્ડ કંપની કેનરિન પ્રોડક્શન હાઉસનો ડિરેક્ટર છે. આ કંપની છેલ્લાં ૧૬ વર્ષથી ચાલે છે. જાેકે, આ કંપનીમાં માત્ર એક જ એક્ટિવ ડિરેક્ટર છે અને તે પ્રદીપ બક્ષી છે.
પ્રદીપ બક્ષીની ૧ નવેમ્બર, ૨૦૦૮ના રોજ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કંપનીમાં ૧૦થી પણ ઓછા કર્મચારીઓ છે અને કંપનીનું ટર્ન ઓવર ૨ મિલિયન પાઉન્ડ છે. ફર્મ વીડિયો પ્રોડક્શન એક્ટિવિટી તથા ટેલિવિઝન પ્રોગ્રામિંગમાં સામેલ છે. સોર્સ પ્રમાણે, રાજ કુંદ્રા આ કંપનીમાં પ્રદીપ બક્ષીની સાથે અપ્રત્યક્ષ રીતે બિઝનેસ પાર્ટનર તથા રોકાણકાર છે. રાજ નામથી વ્હોટ્સએપમાં એક ગ્રુપ ચલાવતો હતો. આ ગ્રુપમાં કુલ પાંચ મેમ્બર્સ હતા અને રાજ એડમિન હતો. આ ગ્રુપમાં રાજ ઉપરાંત પ્રદીપ બક્ષી, મેઘા (વિવાન અકાઉન્ટ્સ), રોબ ડિજિટલ માર્કેટિંગ હોટશોટ્સ તથા હોટશોટ્સના કન્ટેન્ટ હેડ રોય ઇવાન્સ સામેલ છે.