Western Times News

Gujarati News

કુંભેરા ગામે જંગલી પ્રાણી ત્રાટકી પશુઓનું મારણ કરતા લોકોમાં દહેશત

અરવલ્લીની ગીરીમાળાઓમાં દીપડાઓનો વસવાટ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ગિરિમાળાઓની તળેટી નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓ પર ત્રાટકી પશુઓનું મારણ કરી મિજબાની કરી હોવાની અનેક ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે ત્યારે મેઘરજના કુંભેરા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં દીપડાએ ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે લોકો રાત્રીએ ઘરમાથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે

ખેડૂતો અને નાગરિકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગે તપાસ હાથધરી જંગલી પ્રાણીને પાંજરે પુરવા તજવીજ હાથધરી હતી

મેઘરજના કુભેરા પંથકમાં હિંસક પ્રાણી છેલ્લા ત્રણ દિવસથી રહેણાંક વિસ્તારોમાં વરંડા કે ઘર આગળ બાંધેલા ત્રણ બકરાનું મારણ કરતા લોકોમાં હિંસક પ્રાણી દીપડો હોવાની બૂમો ઉઠી રહી છે ખેડૂતો સંધ્યાકાળ પછી ખેતરમાં ખેતીક કામ માટે જતાં પણ અચકાય છે તો વહેલી તકે વનવિભાગના અધિકારીઓ દિપડાને પાંજરે પુરી પ્રજાને ભયમુક્તિ કરે તેવી ગ્રામજનોએ માંગ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.