Western Times News

Gujarati News

કુકમાના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ભૂજ ACBની ટ્રેપમાં ઝડપાયા

પ્રતિકાત્મક

મહિલા સરપંચ કંકુબેન દ્વારા દાદ ન અપાતાં ફરિયાદીએ મદદનીશ નિયામક એસીબી ભૂજનો સંપર્ક કર્યો હતો

કચ્છ, ભૂજના લાંચરુશવત વિરોધી બ્યુરોએ ગઈ કાલે રાત્રે ભૂજ તાલુકાના કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેન વણકરના પતિ, ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતલાલ વણકર સહિતના ત્રણ જણાને છટકાના સ્વરૂપમાં દરોડો પાડી રૂપિયા ચાર લાખની રકમની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.

એન્ટી કરપ્શન બ્યુરો ભૂજ ઓફિસના પી.આઈ. એમ.જે. ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી માઇન્સ અને મિનરલ વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ઔધોગિક બાંધકામ માટે ગ્રામ પંચાયત ટૂંકમાં પાસેથી આકરણી અને મંજૂરી આપવા અને તેમની કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા કુકમાના મહિલા સરપંચ પાસે રજૂઆત કરી હતી.

આ અંગે કુકમા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંકુબેન અમૃતભાઈ મારવાડાએ રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. એ પૈકી રૂપિયા એક લાખ ફરિયાદીએ આપી દીધા હતા, જ્યારે બાકીના ચાર લાખ આપવાના હતા. પરંતુ આ રકમ વધારે હોય ફરિયાદી આ રકમ ઓછી કરવા આજીજી કરેલી,

પરંતુ મહિલા સરપંચ કંકુબેન દ્વારા દાદ ન અપાતાં ફરિયાદીએ મદદનીશ નિયામક એન્ટી કરપ્શન બ્યુરો ભૂજનો સંપર્ક કર્યો હતો. આ મામલે ભૂજ એસીબી પીઆઈ એમ.જે. ચૌધરીને સૂચના અપાયા બાદ ફરિયાદી સાથે સંપર્ક કરીને છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબી ભૂજ દ્વારા ગઈકાલે રાત્રે ભૂજમાં મહાદેવ નાકા નજીક હમીરસર તળાવ પાસે આ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.

ભૂજ ખાતે મહાદેવ નાકા નજીક કુકામાના મહિલા સરપંચના પતિ સહિત ૩ જણા રૂપિયા ૪ લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. કુકમા ગામના મહિલા સરપંચના પતિ ચાર લાખ જેવી માતબર રકમ લાંચરૂપે સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે.

દરમિયાન બાકીના રૂપિયા ૪ લાખ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી મહિલા સરપંચ કંકુબેનને વાત કરતા કંકુબેન ભૂજ ખાતે મહાદેવ નાકા પાસે તેમનો પતિ અમૃતલાલ બેચરભાઈ મારવાડા તેમણે આ રકમ આપી દેવાનું કહેતા છટકું ગોઠવાયું હતું.

જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા ૪ લાખ સ્વીકારતા સરપંચ કંકુબેનના પતિ અમૃતલાલ મારવાડા અને તેમના સંબંધી રવજીભાઈ બુચિયા તથા રિતેશ રવજી બુચિયા રકમ સ્વીકારતા રંગે હાથે પકડાઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.